તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલમાંથી અભ્યાસ અંગેની ફરિયાદો આવી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાએ ઠપકો આપતા તરુણે ઘર છોડી દીધું

જામનગરમાંસતત વધતાંજતાં અપહરણના બનાવમાં વધુ એક અપહરણનો બનાવ પોલીસ દફતરે નોધાયો છે જેમાં શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા પરિવારનો પંદર વર્ષનો તરુણ આર્મી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હોય ત્યારે શાળામાથી વધુ ફરિયાદો આવતા પિતા દ્વારા પુત્રને ઠપકો આપવામાં આવ્યો હતો જેથી પુત્રએ પોતાનું ઘર છોડી દેવાનો નિર્ણય કરી અને ઘર છોડી દીધું હતું. પુત્રના ઘર છોડી દીધા બાદ પિતાએ પોતાના પુત્રની બધે તપાસ કર્યા બાદ પોતાના પુત્રનું અપહરણ થયું હોવાનું જાણવા મળતા સિટી-એ ડિવિસનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધવવામાં આવી હતી.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સિતારામ તિવારીનો 15 વર્ષનો પુત્ર આંકાશ આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય દરમિયાન શાળા માથી ફરિયાદો આવતા સુરેશભાઈ દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો જેથી નારાજ થયેલા પુત્રએ ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને મંગળવારે સાંજે ઘરેથી નિકડી ગયો હતો મોડીરાત સુધી પરત ફરેલા પુત્ર અંગે બધી જગ્યાએ તપાસ કરી લીધા બાદ સુરેશભાઈ દ્વારા પોલીસનું શરણ લેવામાં આવ્યું હતું અને અજાણ્યા શખ્સો સામે વિધિવત અપહરણની ફરિયાદ નોધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...