તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • અજ્ઞાન | અનેક સરકારી વિભાગોમાં લોકોને કામ કરાવવામાં ચપ્પ્લના તળિયા ઘસાઇ જાય છે ?

અજ્ઞાન | અનેક સરકારી વિભાગોમાં લોકોને કામ કરાવવામાં ચપ્પ્લના તળિયા ઘસાઇ જાય છે ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરિયાદ કયાં કરવી તે અંગે જામનગરવાસીઓ અજાણ

તમામ સરકારી વિભાગોએ એક ફરિયાદ નંબર અને જનસંપર્ક અધિકારી રાખવો જરૂરી

વિકાસ ગોહીલ. જામનગર

જામનગરઅને દ્વારકા જિલ્લામા અનેક સરકારી વિભાગો કાર્યરત છે. જેમાથી ખુદ સરકારી અધિકારીઓને પણ ખબર હોતી નથી શહેરમા થતી અનેક ઘટનાઓ જેવીકે કોઇ જનાવર મરી ગયુ હોઇતો ફરીયાદ કયા કરવી કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત,હોસ્પીટલ, કોર્ટ, આરટીઓ, કલેકટર કચેરી સેવા સદન, બીએસએનએલ, પીજીવીસીએલ, વગેરે જેવી કચેરીઓ સરકાર દ્વારા થી માળ સુધીની આધુનીક ઇમારતો બનાવવામા આવી છે. પરંતુ કચેરીમાત્ર અધિકારીઓ માટે હોય તેવુ પ્રતિત થઇ રહ્યુ છે. જેમા આવતા અસંખ્ય ગરીબ, અને પછાત વર્ગ ના લોકો જેમને વાંચતા પણ આવડતુ નથી તેવા લોકો બીપીએલ, રાશનકાર્ડ, ખેડુતોના અનેક કાર્યો, ઉધ્યોગોને લગતા અનેક પ્રશ્નો, માટે ક્યા જવુ તેની ખબર હોતી નથી. અને શિક્ષિત લોકો પણ ગોટે ચઢી જતા હોય છે. તેમા જે લોકો શિક્ષિત નથી તે સરકારી વિભાગો સામે બિચારા પુરવાર થતા હોય છે.

જ્યારે એક ટેબલ પરથી બીજુ ટેબલ, બિજા ટેબલથી ત્રીજા એમ લોકોને સરકારી વિભાગો દ્વારા ખદેડવામા આવે છે, ત્યારે લોકોનો ઉગ્રરોષ સરકારી વિભાગો પર રીતસરનો દેખાતો હોય છે. પણ કામ કરાવ્યે છુટકો નથી. એટલે સામન્ય માણસ ગુસ્સો પી જતો હોય છે.

દિવ્ય ભાસ્કરનો ગ્રાઊન્ડ રિપોર્ટ

ગુરૂવારેવિકાસગુહ પાસેના ચાર રસ્તા પાસે ૨૦ મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ ગયુ હતુ જેમા બધા પાસે ફોન તો હતા. પણ કયા સરકારી વિભાગને ફોન કરવો જેથી ટ્રાફિક સમસ્યા હલ કરી શકાય. તેવા શહેરના અનેક પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. તંત્ર અને સરકાર વિકાસની વાતોતો કરે છે. લોકોના સામાન્ય પ્રશ્નો હલ કરવામા માનતી નથી એક સામાન્ય સવાલ 10 લોકોને પુછવામા આવ્યો હતોકે તમારા વિસ્તારમા ગટરનુ ગંદુ પાણી ફેલાય છે ત્યારે તમે કોણે ફરીયાદ કરશે તેના જવાબમા 9 લોકોને ખબર હતી કે મહાનગર પાલિકાના કયો વિભાગ કે કયો સફાઇ ઇન્સ્પેકટર કાર્ય કરશે. સમાજમા એટલી હદે ગેરરીતી વકરી છેકે જાગુતી અધિકારીઓ અને પદાધીકારીઓને ભારે પડે તેમ છે તેથી આવી સસજાગુતીથી લોકોને વંચિત રાખાવામા આવે છે.

૩૦ મિનિટના કામમાં પૂરો દિવસ પસાર થઈ જાય છે

મળતીજાણકારી મુજબ સામાન્ય લોકોને કોણ કલેકટર, એસ.પી,મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી છે તેનાથી કાંઇ ફરક પડતો નથી. તે લોકો તો માત્ર એક આશા લઇને કચેરીએ આવતા હોય છે કે અમારૂ કામ ફટાફટ પતી જાય અને અમે રોટલા ભેગા થાય, અને અધિકારીઓ લોકો સાથે ગેરવર્તન કરતા હોય છે. અને રૂપીયા પડાવવા લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. 30 મિનિટના કાર્ય માટે આખો દિવસ બગડી જતો હોય છે. કેટલાક અધિકરીઓને સામાન્ય પ્રશ્નો પુછવામા આવ્યા તો તેને પણ ખબર નથી હોતીકે કાર્યો ક્યા વિભાગમા અને કયા ટેબલ પર થશે. ?

લોકોને વ્યવસ્થિત માહિતી મળે અને લાગવગશાહી દૂર થાય

તંત્રઆવી વ્યવસ્થા કરેતો જે ફરીયાદ નંબર અથવા જનસંપર્ક અધિકારીઓ દ્વારા તોછડા જવાબો આપવામા આવતા હોય છે. અથવાતો ફોનની રીંગ વાગતી હોય છે પરંતુ કોઇ ઉપાડતુ નથી હોતુ. જનસંપર્ક અધિકારીને પણ ખબર પડતી હોવાને કારણે લોકોના કામ ટલ્લે ચઢતા હોય છે. લોકોને સાચી માહિતી મળે તે તેનો પ્રાથમિક હક છે. આના કારણે લોકોને લાગવગ કરવી પડતી હોય છે. જેનો ગેરફાયદો અધિકારીઓ લેતા હોય છે. તંત્ર અને રાજકારણીઓએ બાબતની ગંભિરતા લોકોને સાચુ માર્ગદર્શન મળે અને લાગવગશાહી નાબુદ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. તેવા જાગ્રુત નાગરીકો ઇચ્છી રહ્યા છે.

એક નંબર પરથી તમામ માહિતી મળે તે જરૂરી છે

મહાનગરપાલિકાનાજિલ્લા પંચાયતોના અનેક વિભાગો કાર્યરત છે જેમા શહેરમા અનેક વખત પાણીની તકલીફ, કોઇ જનાવર મરી ગયુ હોય, લાઇટના ધાંધીયા, ટ્રાફિક સમસ્યા, ગંદકી, જેવા અનેક તકલીફો પ્રજા પરેશાન થઈ રહી હોય છે. ત્યારે લોકોને સમસ્યા નિવારવા સરકારી વિભાગોના એક નંબરની જરૂરીયાત હોય છે. જે એક માત્ર નંબર ઉપર સમસ્યા વર્ણવે તો તે નંબર પરથી માહિતી આપવામા આવેકે કાર્ય વિભાગનુ છે ? વિભાગનો મોબાઇલ અથવાતો આટેલીફોન નંબર છે અને અધિકારી કાર્ય કરશે તેવો એક નંબર બધા વિભાગો દ્વારા જાહેર કરવામા આવે જેથી લોકોને એક નંબરથી બધી માહિતી મળી જાય તે વિકાસમાન શહેર માટે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...