તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • લીંબડી હાઇવે સિકસ લેનનો સરવે કરવાની માપણીની કામગીરીનો આરંભ

લીંબડી હાઇવે સિકસ લેનનો સરવે કરવાની માપણીની કામગીરીનો આરંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગોદરા, લીંબડી, સાયલા, ચોટીલા હાઇવે પર ફલાય ઓવરબ્રિજ બનશે

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે 6 માર્ગીય બનશેે

ભાસ્કરન્યૂઝ. લીંબડી

આધુનીકઅને વધુ ઝડપવાળા વાહનોનું પ્રમાણ વધતા અને ટ્રાફિકના સમિકરણોને ધ્યાને રાખી રાજય અને કેન્દ્ર સરકારે નવા બજેટમાં લીંબડી હાઇવેને સીકસ લેન ઝોનમાં સમાવેશ કર્યો છે. રાજકોટથી અમદાવાદ નેશનલ હાઇવેને માર્ગીય બનાવવાના સર્વે બાદ હવે માપણીની કામગીરી હાથ ધરાઇ છે. લીંબડી હાઇવે હવે સીકસ લેન બનતા મોટાભાગે અકસ્માતનું પ્રમાણ ઘટશે. તેમજ પૂરપાટ ઝડપે જવા ઇચ્છતા વાહનોને સુવિધા પૂર્ણ હાઇવેની સુવિધા મળશે.

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે એટલે દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજયોને સૌરાષ્ટ્ર કચ્છ સાથે જોડતો મુખ્ય રસ્તો. રસ્તા પર જામનગર રિલાયન્સ, ખંભાળીયા એસ્સાર તેમજ દેશના સૌથી મોટા કંડલા બંદરનો ટ્રાફિક વધતા ટ્રાન્સપોર્ટરો અને આધુનિક સ્પીડ ધરાવતી ફોર વ્હીલ કાર કંપનીઓની માંગને આધારે રાજય સરકારે રાજકોટ અમદાવાદ હાઇવેનો ટ્રાફિક સર્વે કર્યો હતો. જેમાં છેલ્લા 4 વર્ષમાં સર્વેના પ્રમાણમાં રાજકોટ-અમદાવાદનો 45 ટકા જેટલો વાહન વ્યવહારનો પરિવહનનો ગ્રાફ ઉંચો રહ્યો છે. ઠેરઠેર ક્રોસીંગ રોડના લીધે અકસ્માતોનું અને ફોર લેન હોવાથી પૂરતી ઝડપના અભાવે ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટ વાહનો તેમજ સૌરાષ્ટ્રમાં આવતા ટુરીસ્ટો, યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોતા રાજકોટ અમદાવાદ હાઇવેને નવા બજેટમાં 6 માર્ગીય રસ્તાનો સમાવેશ કરાયો છે.

જેનું લીંબડી હાઇવે પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની મજબૂતાઇ અને અન્ય માપણી કામ હાથ ધરાયુ હતુ. માર્ગ અને મકાન વિભાગના અધિકારી સી.જે.ચાવડાએ જણાવ્યુ કે, વહિવટી પ્રક્રિયા બાદ સીકસ લેનનું કામ શરૂ થશે. માર્ગો બનતા રાજકોટ અને અમદાવાદ વચ્ચેનું અંતર ઝડપથી કપાશે.

3 વર્ષમાં 126 મુસાફરોએ જાન ગુમાવ્યા

લીંબડીનેશનલ હાઇવે પર મૃતકોની આંકડાકીય માહિતી મુજબ સાયલા-બોડીયા વળાંક, લીંબડીથી પાણશીણા સુધીના 55 કિ.મી. હાઇવે પર છેલ્લા 3 વર્ષમાં અકસ્માતના નાના મોટા 335 બનાવો બન્યા છે. જેમાં સાયલા, લીંબડી, બગોદરામાં 126 મુસાફરોએ જાન ગુમાવ્યા છે. સીકસ લેન હાઇવે બન્યા બાદ અકસ્માતોનું પ્રમાણ ઘટશે.

લીંબડી નેશનલ હાઇવે સમગ્ર રાજયમાં અકસ્માતો માટે કુખ્યાત છે. અકસ્માત નિવારણ માટે હાઇવેથી શહેરમાં પ્રવેશ માટે લીંબડી, બગોદરા, સાયલા તેમજ ચોટીલા ખાતે ઓવરબ્રીજ બનશે. જેનાથી પૂરપાટ ઝડપે જવા માંગતા વાહનોને પૂરી ગતિનો લાભ મળશે. તેમજ રસ્તો ક્રોસ કરતા બની રહેલા અકસ્માતોનું પ્રમાણ ઘટશે.

અકસ્માત નિવારવાનો મુખ્ય હેતુ

અન્ય સમાચારો પણ છે...