તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • એકતા યાત્રા | સભા અને લોકડાયરો યોજાયો, અગમચેતી રૂપે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

એકતા યાત્રા | સભા અને લોકડાયરો યોજાયો, અગમચેતી રૂપે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં પાટીદાર સભામાં પાંખી હાજરી


સિદસરથીચાલી રહેલી પાટીદાર એકતાયાત્રા ગુરૂવારના સાંજે 7 વાગ્યે રથ જામનગરમા પહોચી ગયો હતો. અને ત્યારબાદ 7.30 વાગ્યે રથનુ પુજન કરી જામનગર પાટીદાર સમાજ દ્વારા રથ અને યાત્રીકોનુ સ્વાગત કરવમા આવ્યુ હતુ. જામનગરના સેટેલાઇટ પાર્કમા લોકોની પાંખી હાજરી વચ્ચે સભા અને લોકડાયરાનો કાર્યક્રમ યોજવમા આવ્યો હતો. 1000 જેટલી જનમેદની એકઠી થઈ હતી જેમા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામા આવ્યો હતો. સભા દરમ્યાન સરકાર સામે તીખા પ્રહારો કરવામા આવ્યા હતા.

સભા દરમ્યાન સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર લલીત વસોયાએ ટીપ્પ્ણી કરી હતીકે સમગ્ર ગુજરાતમા સૌથી ઓછી પબ્લીક જામનગરમા જોવા મળી હતી . અને જામનગર પાટીદાર વાસીઓ પાસેથી વચન લીધુ હતુકે કાગવડની મહાસભામા જામાનગરમાથી કેટલા પાટીદારો હાજરી આપશે જેના જવાબમા પાટીદારોએ હાથ ઉંચા કરી હામી ભરી હતી.અને પાટીદાર સમાજ તમામ તબક્કાઓમાથી પસાર થઈ ચુકયુ છે. અને હુ પાટીદારોને જગાડવા નિકળ્યો છુ સમાજાને જાગ્રુત કરવાનુ કામ હાર્દિક પટેલે કર્યુ છે. હાર્દિક પટેલે કડવા અને લેઉવા પટેલોને એક કર્યા છે. એક્તા કાયમી ટકી રહે તે જરૂરી છે.

સભામા જણાવ્યુ હતુકે હરીયાણામા માત્ર 14 લાખ જાટની સંખ્યા સામે હરીયાણા સરકાર ઝુકી ગઈ હતી આંદોલનમા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ, ધારાસભ્ય, મંત્રીસહીતના જાટ આંદોલનકારી હતા માત્ર ત્રણ દિવસમા હરીયાણા સરકારે અનામત આપવુ પડયુ હતુ. જ્યારે ગુજરાતમા પાટીદારોની વસ્તી 1 કરોડ અને 75 લાખ જેટલી હોવાથી અને છેલ્લા 9 મહિનાથી ચાલતુ આંદોલનમા આપણે કશુ ઉકાળી શક્યા નથી. લોકશાહીમા માથાની કિંમત હોય છે. તેવુ લોકોને જણાવ્યુ હતુ.

વ્યસન ઉપર સભામા બોલાયુ હતુકે લોકો રૂ. ૧૦ નો એક પાન, માવા, ફાકી મળી રહી છે. લોકો ઓછામા ઓછી પાંચ ફાકી આરોગતા હોય છે. જેના ૫૦ રૂપીયાના પાન મસાલા પાછળ વર્ષે 18 હજાર જેટલા રૂપીયા લોકો ખર્ચતા હોય છે જો રૂપીયા બચાવી છોકરાના ભણતર ઉપર ખર્ચ કરવમા આવે તો સમાજ મજબૂત થસે તેમ જણાવ્યુ હતુ.

અમે રિઝર્વેશન લેવા નીકળ્યા છીએ રાશનકાર્ડના ઘઉં નહીં

મોરબીનાનિલેશ અરણીયાએ જણાવ્યુ હતુકે અમારા ઉપર રાજદ્રોહની અલગ અલગ કલમ લગાડવામા આવી હતી. અને સભામા સવાલ પુછ્યો હતોકે શુ અમે આંતકવાદી લાગીએ છીએ સમાજને જાગ્રુત કરવા સરકાર અમને 100 વખત અલગ અલગ કલમ લગાડી અંદર નાખી દેછે અને સરકાર અમને એબીસીડી શિખવાડે છે આગામી ચુંટણીમા અમે સરકારને પાંચમી એબીસીડી શિખવાડીશુ આગમી ચુંટણીમા અમે પાડશુ નહી પણ ઉલાળીશુ તેવુ જણાવ્યુ હતુ.

જામનગરમાં સરદાર પટેલની પ્રતિમાની પૂજા કરી રેલી આગળ ધપાવાઇ

જાહેરસભામા જામનગરના કન્વીનર અમિત પટેલે પાટીદારો સંગઠીત થઇને વ્યસનથી દુર રેહવા જણાવાયુ હતુ. ત્યારબાદ લોકડાયરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા પલ્લવીબેન પટેલની ટીમે ડાયરો રજુ કર્યો હતો. જામનગર શહેરમા રાત્રીના રોકાણ બાદ સવારે બાઇકરેલી યોજી હતી અને રણજીતનગરમા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુજા કરી હતી અને ત્યાથી જામનગરથી ધ્રોલ વચ્ચેના ગામો વચ્ચે સ્ટોપ કરી સાંજે ધ્રોલ પહોચવાની યાત્રા આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...