તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિકતા અને ઓટીઝમનો ફર્ક સમજાવી અને સારવાર અપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
178 બાળકોને સારવાર અપાઇ


ઘણીવખતમા-બાપની ફરિયાદો હોય છે કે ડોક્ટર મારૂ બાળક બે વર્ષનું થયું છતા બોલતું નથી, પોતાની દુનિયામાં મસ્ત રહે છે ઘરના બીજા બાળકો કે પાડોશીના બાળકો જોડે રમતો નથી. એકલો કોઈ એક પ્રવૃતિ કર્યા કરે છે નામથી બોલવવા છતા પણ સામું જોતો નથી સતત હાથ હલાવ્યા કરે છે વિના કારણ હસ્યાં કરે છે નજર થી નજર પણ નથી મેળવતો ઉપર નીચે જોયા કરે છે ફટાકડા ફૂટવાનો કે કુકરની સિટી, વાહનના હોર્નના અવાજથી ખૂણામાં બેસી જય કાન ઉપર હાથ ઢાકી દે છે. આવું વર્તણૂક બાળકો દ્વારા કરવામાં આવતું હોય ત્યારે માતા-પિતાને પોતાનું બાળક માનસિકબીમાર હોય તેવું લાગતું હોય છે.

પરંતુ આવા બાળકોને તબીબી ભાષામાં ઓટીજીમ સ્પેક્ટ્રમ ડીસઓર્ડર કહેવાય ઓટીજમનું પ્રમાણ સમયની સાથે વધુ રહ્યું છે ત્યારે આવા બાળકોની સારવાર હોમિયોપેથિકથી કરવા અમદાવાદના એક તબીબે જામનગરના 178 બાળકોને એડોપ કરી તેમની સારવાર શરૂ કરી હતી. આવા બાળકોના માતા-પિતાને માનસિકતા અને ઓટીજમનો ફર્ક સમજાવી અને સારવાર અપાઈ રહી છે હુંફ અને યોગ્ય પદ્ધતિસરની સારવારથી આવા બાળકોમાં આજે ઘણો સુધાર જોવા મળી રહ્યો છે.

ડો. કેતન પટેલ છેલ્લા સતર વર્ષથી અમદાવાદમાં હોમીઓપેથી મેડિસિનની પ્રેક્ટિસ કરે છે. ઉપરાંત તેઓ દર વર્ષે 6 રાજ્યોનો પાંચથી 6 વખત ઓટીજમના દર્દીઓની તપાસ કરવા પ્રવાસ કરે છે તેમનો દાવો છે કે, તેમને અત્યાર સુધીમાં 500થી વધુ ઓટીસ્ટિકના બાળકોનો ઈલાજ કર્યો છે અને નોર્મલ બનાવવામાં સફળતા મેળવી છે. હાલ ત્રણ દિવસનો કેમ્પ જામનગરમાં ચાલુ છે.

જામનગરના બાળકને ઓટીઝમના કારણે સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો

જામનગરનારસિકભાઈ રૂપારેલના દીકરાને સ્કૂલમાં એડમિશન મળ્યું, પણ તેની એબનોમિલિટીના કારણે શાળા સંચાલકોએ તેના પિતાને કહ્યું કે, તમારો દીકરો શાળાએ તો શું ઘરમાથી બહાર કાઢવાને લાયક નથી તમારા દીકરાની અમારી શાળાને જરૂર નથી ત્યારબાદ બે વર્ષ એલોપેથી દવાની સારવાર કરતાં તે આજે એકદમ નોર્મલ થઈ ચૂક્યો છે અને નોર્મલ છોકરાઓની શાળામાં ભણે છે.

અન્ય સમાચારો પણ છે...