• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રોલ, જામજોધપુરમાં સાતમા પગારપંચ અંગે રેલી અને આવેદનપત્રો પાઠવાયા

ધ્રોલ, જામજોધપુરમાં સાતમા પગારપંચ અંગે રેલી અને આવેદનપત્રો પાઠવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતરાજ્યની તમામ નગરપાલિકાઓમા કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળતા અને ગુજરાત રાજ્યના કર્મચારીઓની સાપેક્ષે વિસંગતતા હોવાથી ધ્રોલ , જામજોધપુર. સલાયા , સિક્કા, કાલાવડ, દ્વારકા , ઓખા, જામરાવલ, ખંભાળીયા , ભાણવડ વગેરે નગરપાલિકાઓમા રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ધ્રોલ અને જામજોધપુરમા રેલી કાઢીને આવેદન પાઠવવામા આવ્યુ છે.

હાલ ઘણી નગરપાલિકાઓમા ચોથા અને પાંચમા પગારપંચ પણ લાગુ કરાયો નથી. ત્યાતો સરકાર દ્વારા સાતમા પગારપંચ લાગુ કરી દેવામા આવતા હજુ સુધી જુના પગરપંચ પણ લાગુ કરાયા નથી ત્યારે રાજ્યાના તમામ કર્મચારીઓને સાતમો પગાર પંચ લાગુ કરાયો છે. ત્યારે નગરપાલિકાઓના કર્મીઓનેજ બાકાત રાખી દેવામા આવ્યા છે. નગરપાલિકાઓ આરોગ્ય વિષેયક , જન્મથી લઈને મૃત્યુ સુધીના દાખલા , સહિતના અનેક કાર્ય રાજ્યના અન્ય અધિકારીઓની જેમજ કરે છે. તો માટે અન્યાય શામાટે તેવો પ્રશ્ન પુછાયો છે.

પાલિકાઓ શહેરોની સ્ટ્રીટલાઇટ , પીવાના પાણીનુ વિતરણ , જાહેર રસ્તા, સફાઇ , કુદરતી આપત્તી જેવી અનેક કાર્વાહીઓની ફરજ બજાવે છે. તેમક વસ્તી, ચુંટણી , આર્થીક ગણતરી સહિતની કાર્યભાર નિભાવે છે. તેમજ ગરીબ કલ્યાણ મેળા , સરકારના સમારંભો જેવી જવાબદારી નિભાવે છે.

હાલ 1957 થી અત્યાર સુધી નગરપાલિકાઓની હદમા વધારો થયો છે. સેટઅપમા વધારો કર્યો નથી જાહેર મિલ્કતોની સંખ્યામા સ્ટ્રીટ લાઈટોની સંખ્યામા 48 ટકા વધારો થયો છે. તેમ કર્મીઓની કામગીરીમા વધારો થયો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા પાલિકાઓના કર્મીઓમાં વિરોધનો વંટોળ

અનેક નગરપાલિકાઓમાં ચોથું અને પાંચમંુ પગારપંચ પણ લાગુ કરાયંુ નથી

ંધ્રોલમા નગરપાલિકાઓના 155 કર્મીઓએ ગુરૂવારે સાંજે 4 વાગ્યે ધ્રોલ નગરપાલિકાથી મહેસુલ સેવા સદન ખાતે પ્રાંતઅધિકારી યોગેશ નિર્ગુળને સરકાર સુધી અવાજ પહોચાડવા આવેદન પાઠવ્યુ હતુ. જ્યારે જામજોધપુરમા નગરપાલિકાથી શરૂ કરીને મામલતદાર કચેરીએ ચાર્જમા રહેલા નાયબ મામલતદાર શોભનાબેન ફળદુને આવેદન પાઠવવામા આવ્યુ હતુ. આમ નગરપાલિકાનો અસંતોષ આગમી સમયમા ઉગ્રરૂપ ધારણ કરે તેમ પાલિકાના સભ્યો ચર્ચી રહ્યા છે.

ધ્રોલમાં રેલી સાથે આવેદન અપાયુ

અન્ય સમાચારો પણ છે...