• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |દેવભુમી દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રમકુમાર વી. સરવૈયાએ

જામનગર |દેવભુમી દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રમકુમાર વી. સરવૈયાએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |દેવભુમી દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રમકુમાર વી. સરવૈયાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં કોઇ મકાન માલિક અગર તો માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી દિવસ-૮માં નીચે મુજબના નિયત નમુનાના પત્રકમાં જરૂરી વિગતો ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખકાર્ડની નકલ સાથે રૂબરૂમાં અગર તો ટપાલથી મોકલી આપવા ફરમાવ્યું છે. અગાઉ જે મકાનો ભાડે અપાયેલા હોય તે કિસ્સામાં પણ આવી માહિતી દિવસ-૮માં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાની રહેશે. પોલીસ સ્ટેશન કક્ષાએથી મકાનની માલિકીઓ આધાર કે ભાડા કરાર, વેરા પહોંચ જેવા કોઇ આધારોની નકલ માલિક પાસેથી માંગવાની રહેશે નહીં કે તેમને રૂબરૂ બોલાવવાના રહેશે નહીં.

દ્વારકામાં મકાન ભાડે આપવાની જાણ પોલીસ સ્ટેશને કરવા જાહેરનામું

અન્ય સમાચારો પણ છે...