હાલાર પંથકમાં અપમૃત્યુના વધુ સાત બનાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂરજકરાડીના યુવાને દાંતના દુખાવાથી કંટાળી ફાંસો ખાધો

અંધ યુવતીનું એસિડ પી જતાં મોત નીપજ્યું

હાલારમાંઅપમૃત્યુના વધુ 7 બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. જેમા દાંતના દુખાવાથી કંટાળીને સુરજકરાડીના એક યુવાનનો ગળાફાંસો, લાલપુરના યુવાનનું વીજશોક લાગતામોત, અંધ યુવતી એસિડ પી જતા મોત નીપજ્યું હતું.

સુરજકરાડીમા રહેતા રામભા દેવુભા માણેક નામના 25 વર્ષીય યુવાનને દાંતનો દુખાવો બે માસથી બંધ થતા કંટાળી જઈને તેણે ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

લાલપુર તાલુકાના સણૉસરામા રહેતા માલદે ભાઇ લક્ષમણ ભાઇ ગાગલીયા નામના 37 વર્ષીય યુવાનને પોતાની વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેકટ્રીક શોક લાગતા તેનુ મૃત્યુ થયૂ હતુ. જામજોધપુર તાલુકાના હોથીજીખડબા ગામમા રહેતા શારદાબેન સામંતભાઇ કટારીયા નામની 25 વર્ષીય યુવતી અંધ હોય પીવાના પાણીના બોટલના બદલે એસીડની બોટલ પી જતા મૃત્યુ નિપજ્યુ હતું. જામનગરમા સોનલનગર, ખોડિયાર કોલોનીમા રહેતા પાલાભાઇ ડોશાભાઇ વાનરીયા નામના 35 વર્ષીય યુવાનને દારૂ પીવાની આદતના કારણે તેને કોઇ કારણોસર ઝેરી દવા પીલેતા તેનુ મૃત્યુ થયુ હતુ.

સમાણા ગામના ભોજાભાઇ વિંઝુડા નામક 70 વર્ષીય વૃધ્ધે ઝેરી દવા પીલેતા તેનુ સારવાર મા મૃત્યુ થયુ હતુ. તેવીજ રીતે કાલવડ તાલુકાના નાનીભગેડીના નરેંદ્રભાઇ પ્રભુદાસ નામના 35 વર્ષીય યુવાને અગમ્યકારણસર ઝેરી દવા પીલેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ.

બીજી તરફ જામનગરની જી. જી. હોસ્પીટલમા બેબી અનીલભાઇ નકુમ નામની 6 વર્ષની ગુલાબનગર વિસ્તારની બાળા કોઇ અગમ્ય કારણોસર મૃત્યુ પામી હોવાનુ જી. જી. હોસ્પીટલમા નોંધાયુ છે.

અન્ય સમાચારો પણ છે...