બોગસ દસ્તાવેજ રજૂ કરી સીમકાર્ડની ખરીદી કરાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાથી જાહેરનામું બહાર પડાયું

દ્વારકામાં હવે સીમકાર્ડ લે-વેચ કરતા વેપારીએ રજિસ્ટર રાખવું ફરજિયાત

દ્વારકાજિલ્લામાં વિવિધ મોટા ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી પરપ્રાંતીય રોજગારી અર્થે આવે છે અને બોગસ દસ્તાવેજ રજૂ કરી સીમકાર્ડ ખરીદ કરતા હોય છે. ઘણીવાર ગુનાહિત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્ટ્ર વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે તેમજ લોકોને લાલચ- પ્રલોભન આપી પૈસા પડાવતા હોય છે તેમજ મહિલાઓની જાતીય સતામણી કરતા હોય છે.

પ્રવૃતિને અટકાવવા દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેંટ રાજેન્દ્રકુમાર વી. સરવૈયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી ડીસ્ટ્રીબ્યુટર અને સીમકાર્ડ વીક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવ્યા છે.

દ્વારકા જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરિદનાર વ્યાકિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મ સુવાચ્યો અક્ષરે ભરવાનું રહેશે. ફોર્મમાં કરેલ દરેક સહિની નીચે સહી કરનારના સ્વહસ્તાક્ષરમાં સુવાચ્યો અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે.

ત્યારબાદ સીમકાર્ડ વેચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્ટેર નિભાવવાનું રહેશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્તં પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઇલ ઓપરેટરો, સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજુ કરેલ આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે સાથે કસ્ટગમર એકવીઝીશન ફોર્મમાં સ્થલળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે.

ટેલિફોન બુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યારરબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્યકકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતનું રજીસ્ટવર નિભાવવાનું રહેશે. ઉપરોકત બાબતે નિભાવેલ રેકર્ડ (રજીસ્ટર)સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે. જાહેરનામું તા.12 નવેમ્બરસુધી અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...