ખંભાળિયામાં મશ્કરીની ના પાડતા યુવાન પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નવાનાકા અંદર રહેતો એક 17 વર્ષીય તરૂણ ત્યાં નજીકમાં આવેલા કારખાનામાં નોકરીએ જતો હોય, કારખાનામાં નોકરી કરતાં બે ભાઈઓ દ્વારા તરૂણની અવાર-નવાર મશકરી કરવામાં આવતી હતી, તેથી તરૂણે બંને ભાઈઓને પોતાની મશકરી કરવાની ના પાડી હતી, જેનો ખાર રાખી સોમવારે સાંજે જ્યારે તરૂણ શ્રીજી સોપીંગ સેન્ટરમાં દુકાન પાસે ઊભો હતો, ત્યારે બનેં ભાઈઓએ ત્યાં ધસી આવી તરૂણ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી તેને સારવાર માટે જામનગર ખસેડાયા હતા, જ્યાં તેના પિતા દ્વારા બંને સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધાવાયો હતો.

ખંભાળિયા તાલુકાના નવાનાકા અંદર રહેતા મુકેશભાઈ લખુભાઇ દલિતનો 17 વર્ષીય પુત્ર કરણ ત્યાં નજીકમાં આવેલા કારખાનામાં નોકરીએ જતો હોય, કારખાનામાં નોકરી કરતાં રાણા દેવસી સોલંકી, રાજેશ દેવસી સોલંકી નામના બે ભાઈઑ દ્વારા કરણની અવાર-નવાર મશકરી કરવામાં આવતી હતી, તેથી કરણ દ્વારા બંને ભાઈઓને પોતાની મશકરી કરવાની ના પાડી હતી, જેનો ખાર રાખી સોમવારે સાંજે જ્યારે કરણ શ્રીજી સોપીંગ સેન્ટરમાં દુકાન પાસે ઊભો હતો, ત્યારે બનેં ભાઈઑએ ત્યાં ધસી આવી કરણ પર છરી વડે જીવલેણ હુમલો કરી ત્રણ ઘા મારી ગંભીર ઇજા પહોચાડી હતી.

જેથી તેને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પિતા મુકેશભાઈ દ્વારા બંને ભાઈઑ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોધાવવામાં આવ્યો હતો. પોલીસે આઇપીસી કલમ 307 સહિતની કલમો હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તું જીવતો રઈશ તો જાનથી મારી નાખીશું

દ્વારકાજિલ્લાના ખંભાળિયા તાલુકાના નવાનાકા અંદર રહેતા યુવાન પર હુમલાની ઘટનામાં રાણા દેવસી દ્વારા છરીનો એક ધા કરણને પાછળના ભાગે કરતા તે નીચે પડી જતા અને તેના હાથમાથી છરી નીચેપડી ગઈ હતી, આથી તેના ભાઈ રાજેશ દ્વારા છરી ઉપાડીને કરણને વાસાના ડાબા પડખામા એક ઘા, તેમજ ડોકના ભાગે ભાગે એક ઘા મારી તેમજ બંન્ને જણાએ ઠીકા પાટુનો માર મારી ભુડી ગાળો કાઢી અને કહ્યું હતું કે, આજે તુ મરી જવાનો છે જો જીવતો રહીસ તો તને જાનથી મારી નાખશું.

યુવાન સારવારમાં, બે ભાઈઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...