• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં 2જી એપ્રિલે યોજાનાર હાફ મેરેથોનની તડામાર તૈયારી શરૂ

જામનગરમાં 2જી એપ્રિલે યોજાનાર હાફ મેરેથોનની તડામાર તૈયારી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેરમાં 2જી એપ્રિલે પ્રથમ વખત યોજાનાર વિશ્વ કક્ષાની હાફ મેરેથોનની તડામાર તૈયારીઓ થઇ રહી છે. શહેરમાં ઇતિહાસ સર્જવા જઇ રહેલું આયોજન સફળતા પૂર્વક પાર પડે તે માટે બુધવારે જિલ્લા કલેક્ટર અને પોલીસવડા સહિતના અધિકારીઓએ તૈયારી અંગેની સંપૂર્ણ વિગતો મેળવી કેટલાક સૂચનો પણ કર્યા હતા.

ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા 2જી એપ્રિલે જામનગર શહેરમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 2, 3, 5, 10 અને 21 કિલોમીટરની પાંચ કેટેગરીની મેરેથોનમાં શહેરના 10 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી દીધી છે.

હાફ મેરેથોનના પ્રોજેક્ટ ચેરમેન ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રદર્શન ગ્રાઉન્ડથી હાફ મેરેથોનનો પ્રારંભ થશે અને પાંચેય દોડ માટે જુદા-જુદા રૂટ નક્કી કરવામાં આવ્યા છે. મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરો દોડ દરમિયાન પ્રોત્સાહિત થાય તે માટે જુદા-જુદા સ્થળે ચિયર્સઅપ કરવાના સ્પોટ ઊભા કરવામાં આવ્યા છે. દોડવીરો માટે રસ્તામાં ફ્રૂટ, પાણી, એનર્જી ડ્રીંક અને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ક્લીન જામનગરના ઉદ્દેશથી હજારો શહેરીજનો દોડશે

અન્ય સમાચારો પણ છે...