મહિલાની છેડતી બદલ પિતા-પુત્રો સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંમહિલાની છેડતીની આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. રામેશ્વરનગર પાછળ માટેલ ચોકમાં રહેતા એક મહિલાની બ્રિજરાજસિંહ લાલુભા ચુડાસમા નામનો શખ્સ મશ્કરી કરતો હતો. મંગળવારે મહિલાએ પોતાના પતિને અંગેની જાણ કરી હતી, મંગળવારે બપોરે મહિલાના પતિ બ્રિજરાજસિંહ પાસે ગયા હતા. તે દરિયાન ઉશ્કેરાયેલા શખ્સે પોતાના ભાઈ દિવ્યરાજસિંહ લાલુભા તથા પિતા લાલુભા ચુડાસમાને સાથે રાખી 1354 નંબરની રિક્ષામાં મહિલાના ઘરે ધસી ગયા હતા. જ્યાં ત્રણેય પિતા-પુત્રોએ તે મહિલા અને તેણીના પતિને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેળાએ મહિલાના પતિએ પ્રતિકાર કરતા બ્રિજરાજસિંહએ તેઓને બચકું ભરી લીધું હતું. જ્યારે દિવ્યરાજિંસંહ અને લાલુભાએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. આથી મહિલા દ્વારા સિટી-બી ડિવિઝનમાં ત્રણેય પિતા-પુત્ર સામે ગુનો નોધાવ્યો હતો.

પતિ-પત્ની બંને પર હુમલો કરાયો હતો, સમજાવવા જતાં મામલો બિચક્યો

અન્ય સમાચારો પણ છે...