જામનગર તાબેના ઠેબાની યુવતી 15 દિવસથી લાપતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાલુકાના ઠેબા ગામમાં રહેતા એક પરિવારની 21 વર્ષની પુત્રી ગત તા 16ના બપોરે ઘરેથી નીકળી ગયા પછી પરત નહીં ફરતા તેના પરિવારજનો દ્વારા તેની તપાસ હાથ ધરી હતી.

પરંતુ તેનો ક્યાય પતો નહીં લાગતા અંતે પોલીસને જાણ કરી ગુમ નોધ દાખલ કરવામાં આવી હતી.

જામનગર તાલુકાના ઠેબા ગામના મહેશભાઈ નાથાભાઈ સખિયા નામના પ્રૌઢની એકવીસ વર્ષની પુત્રી રવિના ગત તા.16ની બપોરે પોતાના ઘરેથી નીકળ્યા પછી ક્યાંક ચાલી જતાં પરિવારજનો દ્વારા તેની જુદા-જુદા સ્થળોએ શોધ-ખોળ હાથ ધરવામાં આવી હતી.

પરંતુ ક્યાય પતો લાગતાં અંતે મહેશભાઈએ પોતાની પુત્રી ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવતીનું વર્ણન મેળવી જુદી-જુદી દિશામાં તેણીની તપાસ હાથ ધરી હતી. બનાવે ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...