તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સોયલમાં નશામાં ધૂત મજૂરનું કૂવામાં પડવાથી મોત નીપજ્યું

સોયલમાં નશામાં ધૂત મજૂરનું કૂવામાં પડવાથી મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલતાલુકાના સોયલ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક આદિવાસી પ્રોઢ નશાની હાલતમાં કૂવામાં પડી જતાં મોતને ભેટયાનું પોલીસમાં જાહેર થયું હતું. જ્યારે ડાંગરા ગામના ગરાસિયા પ્રોઢ દ્વારા અકળ કારણોસર ટીકડા ખાઈ આત્મહત્યા કરી હતી. જ્યારે શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પોતાની બાઇક લઈ દિગ્જામ સર્કલ પાસેથી જઇ રહ્યા હતા તે વેળાએ ચાલુ બાઇક પર ચક્કર આવતા પડી જવાથી તેમનું સારવારમાં મૃત્યુ નીપજયું હતું. જ્યારે અશોક સમ્રાટનગરમાં રહેતા અને દુધનો વેપાર કરતાં યુવાને ઘરના ફળિયામાં સળગી જતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હતું.

ધ્રોલના સોયલમાં ઘેલાભાઈ હરખાભાઈ વિરમગામાની વાડીમાં શ્રમિક તરીકે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના માલફળિયાના વતની અલીશન બુદિયાભાઈ મોહનિયા નામના આદિવાસી યુવાનને દારૂ પીવાની લત વળગી હતી. તે દરમિયાન ગુરુવારે દારૂનો નશો કર્યા પછી શુક્રવારે સવારે અલીશાન જોવા નહીં કૂવામાં જોવામાં આવ્યું હતું. જ્યાં તેની લાશ મળી આવી હતી. જ્યારે ધ્રોલ તાલુકાના ડાંગરા ગામમાં રહેતા દિલિપસિંહ કારૂભા જાડેજા નામના પંચાવન વર્ષીય પ્રોઢે ગુરૂવારે સવારે કોઈ કારણથી જિંદગીનો અંત આણવાનો નિર્ણય કરી ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધી હતી, જેથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. જ્યારે ત્રીજા બનાવમાં જામનગર શહેરના પટેલ કોલોની શેરીનં. 11માં રહેતા નાથાલાલ પોપટભાઈ સવજાણી પોતાનું બાઇક લઇ દિગ્જામ સર્કલ પાસેથી જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ચક્કર આવી જતાં તેઓ પડી ગયા હતા. આથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હતું.ચોથા બનાવમાં જામનગર શહેરના અશોક સમ્રાટનગરમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતાં કરશનભાઈ ભિમાભાઈ માડમ નામનો યુવાન તેના ઘરના ફળિયામાં સળગી જતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયાંનું સામે આવ્યું હતું. તમામ બનાવો અંગે લગત પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

ધ્રોલના ડાંગરામાં પ્રૌઢનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં વધુ ચાર અપમૃત્યુના બનાવ નોંધાયા

અન્ય સમાચારો પણ છે...