તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા જિલ્લામાં પ્રમાણમાં ઓછો નાણાં પુરવઠો ફાળવાયો

દ્વારકા જિલ્લામાં પ્રમાણમાં ઓછો નાણાં પુરવઠો ફાળવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંનોટબંધીને પગલે નવી નોટોના જથ્થાની ફાળવણીમાં દેવભૂમિ જિલ્લાનો ખુબ અન્યાય થયો હોય અપુરતો જથ્થો ફાળવવામાં આવતા ઠેર-ઠેર નાણા માટેની કતારો અને દેકારો બોલી ગયો છે.આ અંગે દ્વારકા જિલ્લા કલેકટર આર.આર. રાવલનું ધ્યાન ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ દોરતાકલેકટર દ્વારા રીઝવ બેંક તથા નાણા મંત્રાલયને અંગે રજુઆતો કરીને વધુ નાણાનો પુરવઠો ફાળવવા જણાવાયું છે. રાજયમાં ત્રણ જિલ્લાઓને નાણાનો જથ્થો ફાળવવામાં અન્યાય થયો છે જેમાં દેવભૂમિ જિલ્લો, પોરબંદર અને જામનગરનો સમાવેશ થાય છે.

જયારે જિલ્લાઓમાં ઓછો જથ્થો ફાળવતા પ્રશ્નો ઉભા થયા છે.જિલ્લા કલેકટર તથા તમામ બેંકોની ઉચ્ચ કક્ષાએ રજૂઆતોના પગલે સોમવારે નાણાનો વધુ જથ્થો ફાળવવામાં આવનાર હોય મંગળવાર પછીથી બેકોમાં વધુ જથ્થો ફાળવવામાં આવે તેવી સંભાવના સેવાઇ રહી છે.

આરબીઆઇ તથા નાણા મંત્રાલયને રજૂઆત

પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી શકયતા

અન્ય સમાચારો પણ છે...