તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં કોંગ્રેસ દ્વારા બીજા દિવસે બાઇક રેલી યોજી વિરોધ

જામનગરમાં કોંગ્રેસ દ્વારા બીજા દિવસે બાઇક રેલી યોજી વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીના વિરોધમાં દ્વારકા જિલ્લામાં કોંગ્રેસના ઉગ્ર દેખાવ

કેન્દ્રસરકાર દ્રારા મોટી ચલણી નોટોને બંધ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા દ્વારકા જિલ્લામાં ઉગ્ર દેખાવ કરાયા છે. દેશમાં કોંગ્રેસે સોમવારે બંધનું એલાન કર્યું છે ત્યારે ખંભાળીયામાં શુક્રવારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામ સહિતના કાર્યક્રમો કર્યા હતા. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ગઈકાલથી સરકારના નોટબંધીના નિર્ણય સામે દેખાવો કરાયા છે.

જે અનુસંધાને શનિવારે ખંભાળીયામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સવારે 11 કલાકે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 100 જેટલી બાઈકો સાથે કાર્યકરો શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશનથી નીકળી હતી અને જોધપુર ગેઈટ પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલ હાર કરીને રેલીને સંપન્ન કરી હતી.

50કાર્યકરોએ માનવ સાંકળ રચી

શુક્રવારેબપોરના અરસામાં ખંભાળીયામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હતું. જેમાં સ્ટેશન રોડ પાસે કોંગ્રેસના 50 જેટલા કાર્યકરોએ મુખ્યમાર્ગ પર માનવસાંકળ રચી હતી.કાર્યક્રમ દરમિયાન પોલીસે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી એભાભાઈ કરમુર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજા, માજી તાલુકા પંચાયત પ્રમુખ જીવાભાઈ કનારા, સિંચાઈ સમિતિના ચેરમેન મેરગભાઈ ચાવડા, જિલ્લા ઉપ પ્રમુખ રાકેશભાઈ નકુમ, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ કરમુર સહિતના 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ ટાઉન હૉલ પાસેના કાર્યાલયથી બાઇક રેલી યોજવામાં આવી હતી. બંને બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

સોમવારે ખંભાળિયા બંધનું એલાન આપવામાં આવ્યું

બાઈક રેલી યોજી સરકારના નિર્ણય સામે કરશે પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...