તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી બાણુગારમાં યુવાન-તરુણીએ કૂવામાં ઝંપલાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાલુકાના મોટી બાણુગર ગામમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ માટે આવેલા પરપ્રાંતીય પરિવારની તરૂણી અને અન્ય એક યુવાને શુક્રવારે રાત્રિના કૂવામાં ઝંપલાવ્યું હતું. અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં રેસક્યું ઓપરેશન હાથ ધરી બનેંને બહાર કાઢયા હતા અને સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તરૂણીનું મૃત્યુ નિપજ્યાંનું સામે આવ્યું હતું. જ્યારે યુવાનનો બચાવ થયો હતો. હાલ પોલીસે પરિવારજનોના નિવેદન નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...