તલાટી મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરજિલ્લાના જામજોધપુર તાલુકામાં ઇન્ચાર્જ તલાટી કમ મંત્રીને ગામના એક શખ્સની જમીન માપણી બાબતે બોલાચાલી થઇ હતી બોલાચાલી બાદ શખ્સ દ્વારા તલાટીને અપશબ્દ કહી તેમની ફરજમાં રૂકાવટ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના પગલે ઇન્ચાર્જ તલાટી દ્વારા શખ્સ વિરૂધ્ધ જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાની તેમજ ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને ઇન્ચાર્જ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઇ નરવતસિંહ બારિયાને આજ ગામના સલીમ સેતા નામના શખ્સ સાથે જમીન માપણી બાબતે બોલાચાલી થઇ હતી જે બોલાચાલી બાદ શખ્સે તલાટીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી અંગે તલાટીએ શખ્સ વિરૂધ્ધ જામજોધપુર પોલીસમાં ફરજમાં રૂકાવટ અંગે તેમજ જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ નોધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી જરૂરી નિવેદનો લીધા બાદ શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નેાંધવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...