ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાંસપ્તાહની શરૂઆતથી શરૂ થયેલો વરસાદ ભારે પવનને પણ સાથે લાવ્યાે હોય અને જેના લીધે જામનગર પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, તેમા પણ સોમવારે જુદા-જુદા 6 વિસ્તારોમાં આઠથી વધારે વૃક્ષો ધરાશાયી થયા બાદ મંગળવારે 33 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હેાવાની જાણ ફાયરમાં તેમજ ડિઝાસ્ટરમાં કરવામાં આવી હતી તેમા પણ અનેક જગ્યાએ ગાડીઓ વૃક્ષ નીચે દબાઇ જતા ફાયર જવાનો દોડી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી.

જામનગરમાં મૌસમનો વરસાદ વાવાઝોડાને પણ સાથે લાવ્યો હોય તેમ જામનગર શહેરના અમુક વિસ્તારોમાં વીજ થાંભલાઓ, વીજ વાયરોના સોથ વળી ગયા હતાં અને જેના કારણે અમુક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો જામનગરની મહાનગરપાલિકાના વીઆઇપી પાર્કિગમાં, પટેલ કોલોનીમાં, દિ.પ્લોટ વિસ્તારમાં, ખોડીયાર કોલોની વિસ્તારમાં તેાતીગ વૃક્ષોના પડી જવાથી ગાડીઓ તેના નીચે દબાઇ ગઇ હતી. મીની વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે 5 થી 6 કલાક સુધી વીજ કનેકશન ગુલ થઇ ગયા હતા.

ફાયરબ્રિગેડની 8 ગાડીઓ સતત દોડતી રહી

અન્ય સમાચારો પણ છે...