• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પીએમના આગમનના પગલે એસપી સહીતના અધિકારીઓ રાજકોટમાં

પીએમના આગમનના પગલે એસપી સહીતના અધિકારીઓ રાજકોટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંગુરૂવારના પ્રધાનમંત્રીના આગમનના પગલે જામનગરના એસપી સહીતના અધિકારીઓ રાજકોટમાં ધામા. પીએમના કાર્યક્રમોમાં સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.અધિકારીઓમાં મનપાના ડીએમસી, સીટી એન્જીનીયર, બે પ્રાંત અધિકારી અને ત્રણ ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાનો સમાવેશ થાય છે.

રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા નીર અવતરણ, ,દિવ્યાંગોને સાધન સહાય વિતરણના કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારબાદ નવ કલોમીટરનો રોડ-શો હોય રાજકોટને કીલ્લેબંધીમાં ફેરવાયું છે. પીએમના આગમનના પગલે જુદા જુદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ રાજકોટ ફરજના આદેશ શહેરી વિકાસ વિભાગ દ્રારા કરવામાં આવ્યા છે.જેમાં જામનગરના જુદા-જુદા સરકારી વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.

જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ સહિત 3 ડીવાયએસપી, 3પીઆઇ, 10 પીએસઆઇ અને 150 પોલીસ જવાનો રાજકોટ પહોંચી ગયા છે. જયારે જામ્યુકોના સીટી એન્જીનીયર જોશી અને ડીએમસી મુકેશ કુંભારાણાને પણ જુદા-જુદા રૂટની જવાબદારી સોંપવામાં આવી છે.તદઉપરાંત બે પ્રાંત અધિકારીને પણ વ્યવસ્થા સોંપવામાં આવી છે.મનપાના ફાયરના નવ જવાનો અને ત્રણ વાહનો પણ કાર્યક્રમ દરમ્યાન સ્ટેન્ડ ટુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...