તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સમૃધ્ધ બને દરેક પરિવારના સૂત્રને સાર્થક કરવા ઉજવણી

સમૃધ્ધ બને દરેક પરિવારના સૂત્રને સાર્થક કરવા ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગરિકો સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપે : કલેક્ટરની અપીલ

ભારતનાવડાપ્રધાન દ્વારા પુજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તા. ૦૨-૧૦-૨૦૧૪ થી સમગ્ર દેશમાં સાર્વત્રિક સ્વચ્છતાને અનુલક્ષી “સ્વચ્છ ભારત મિશન”નો શુભારંભ કરાવ્યો હતો. પુજ્ય બાપુની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે વર્ષ ૨૦૧૯માં સાચી શ્રધ્ધાંજલી સ્વરૂપે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવાનું લક્ષ્ય છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં થતી શૌચક્રિયા સદંતર બંધ થાય અને ઓ.ડી.એફ. (open defection free) બને તે છે. ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં થતી શૌચક્રિયા અને સ્વચ્છતાનો અભાવ ભયંકર રોગચાળાને આમંત્રણ આપે છે જેનો ભોગ સમગ્ર ગ્રામજનો બને છે. માટે સૌ પ્રથમ ખુલ્લામાં થતી શૌચક્રિયાને અટકાવવી અનિવાર્ય છે. જે અંતર્ગત તા. 25 થી તા. 09 દરમ્યાન “સ્વચ્છ ગુજરાત પખવાડીયા”ની ઉજવણીના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કલેક્ટર આર. જે. માકડિયાએ “સ્વસ્થ ઘર- સ્વસ્થ વિચાર-સમૃધ્ધ બને દરેક પરિવાર”ના સૂત્રને જીવનમાં અપનાવી સ્વચ્છ ભારત મિશનમાં પોતાનું યોગદાન આપવા દરેક નાગરિકોને અનુરોધ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા ઝુંબેશમાં કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પાણી પુરવઠા કચેરી, જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સમાજ ક્લ્યાણની કચેરી, જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્વ. સહાય જુથો, ધાર્મિક અને યુવા સંગઠનો, મહિલા મંડળો, એનસીસી, એનએસએસ, સ્કાઉટર્સ સાથે સંકળાયેલ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ વગેરેને અગાઉ જાણ કરી તેમજ તેઓ સાથે સંકલન સાધી તા. 25 થી તા. 09 સુધી જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા સુચનો કરેલ હતા.

સ્વચ્છ ગુજરાત પખવાડિયાની ઉજવણી માટે મિટિંગ

અન્ય સમાચારો પણ છે...