તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહક તકરારમાં વેપારીની તરફે ચુકાદો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીના ખાતામાં નાણાં જમા કરાવવા બેંકને હુકમ

7, 14, 000 જમા થવાની બદલે કમી થયા

ગ્રેઇનમાર્કેટની પેઢીના સંચાલકે ઇન્ડસઇન્ડ બેંકની આરટીજીએસ સેવા દ્વારા રાજસ્થાનના વેપારીને મોકલવામા આવેલા રૂ. 7 લાખ 14 હજાર 440 નાણા મોકલનારના વેપારીના ખાતામાથી કમી થઇ ગયા હતા. સામે પક્ષના વેપારીના ખાતામા જમા થતા મામલો બીચક્યો હતો.

જામનગરના વેપારી દ્વારા ગ્રાહક તકરાર ફોરમમા ફરીયાદ કરી હતી જેને અનુસંધાને બેંકને વ્યાજસહિત નાણા ચુકવવાનો હુકમ કર્યો હતો .

ગ્રેઇન માર્કેટના વેપારી દિપક કુમાર પ્રેમજીભાઇ મોદીએ ઇન્ડસઇન્ડ બેંકની આરટીજીએસ સેવા મારફત રાજસ્થાનના વેપારી શિવરતન સુનીલ મહેતાને રૂ. 7 લાખ 14 હજાર 114 જમા કરાવ્યા હતા. પરંતુ બેંક દ્વારા રકમ જમા આપતા જામનગરના વેપારીએ ગ્રાહક ફોરમ તકરારમા ફરીયાદ કરી હતી.

અંગેનો કેશ ચાલી જતા ફોરમે બેંક વિરૂધ્ધ હુકમ આપી રાજસ્થાનના વેપારીના ખાતામા જામનગરના વેપારીએ મોકલેલા નાણા જમા થયાનો પુરાવો આપતા કેશ સાબિત થયો હતો. અને ફરીયાદી દિપકભાઇને તા. 6-11-2015થી માન્ય વ્યાજ સહિત રકમ જમા કરાવવાનો હુકમ ફરમાવ્યો છે.

7, 14, 000 જમા થતાં વેપારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. છેલ્લાં 10 મહિનાથી ચાલતા કેસમાં વેપારી તરફી ચુકાદો આવતા અને પોતાના નાણાં વ્યાજ સહિત કોર્ટ દ્વારા ચૂકવવાનો હુકમ થયો હોવાથી વેપારીને પોતાના હકના નાણાં મળ્યા હતા અને કોર્ટનો હુકમ સામાન્ય પ્રજા તરફે થયો હતો.

અન્ય સમાચારો પણ છે...