તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પોરબંદર મત્સ્યઉદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે

પોરબંદર મત્સ્યઉદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં મત્સ્યઉદ્યોગ દ્વારા અનેક લોકોને રોજીરોટી મળી રહે છે ત્યારે બોટને લગતા વીચ, પંખા, એન્જીન, ગીયર, સાફ્ટીંગ વગેરે સાધનોનું મેન્યુફેક્ચરીંગ કરી ભાવનગર સહિતના વિવિધ શહેરમાં પહોંચતા કરવામાં આવે છે.

પોરબંદર શહેરમાં મત્સ્યઉદ્યોગ અનેક લોકોને રોજગારી સહિત દેશને પણ વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. પોરબંદરમાં 2500 બોટ અને 2000 નાની બોટો મળી નાની-મોટી 4500 બોટ છે ત્યારે જુની બોટ તોડી દર વર્ષે 200 જેટલી બોટનું નવિનિકરણ કરવામાં આવે છે.

બંદર વિસ્તારમાં બોટ મશીનરી ઉદ્યોગ પણ ધમધમતો બન્યો હોવાથી બોટમાં ફિશીંગના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સહિત બોટ મશીનરીના વિવિધ સાધનો બનાવનાર અનેક કામદારોને પણ રોજીરોટી મળી રહે છે. બોટને લગતા પંખા, એન્જીન, ગીયર, સાફ્ટીંગ વગેરે સાધનોનું મેન્યુફેક્ચરીંગ કરવામાં આવે છે.

સાધનો દરિયાઈ પટ્ટી પર આવેલ વેરાવળ, ઓખા, જાફરાબાદ, વણાકબારા, દીવ, જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં આવેલ બંદરો સુધી પહોંચતા કરવામાં આવે છે.

પોરબંદરમાં બોટ મશીન ઉદ્યોગનું જી.આઈ.ડી.સી. ની જેમ ઔદ્યોગીક વસાહત વિકસાવવામાં આવે તો હજારો લોકોને રોજગારી મળી રહે છે. પોરબંદર શહેરમાં બંદર પર આવેલ મશીનરી ઉદ્યોગ દ્વારા ઉંચી કિંમતના વિવિધ સાધનોબનાવી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી પર આવેલ બંદરો સુધી વેચાણ કરવામાં આવતું હોવાનું મનિષ લોઢારીએ જણાવ્યું હતું.

બોટ મશીનરી ઉદ્યોગ દ્વારા ઉંચી કિંમતના વિવિધ સાધનો બનાવવામાં આવે છે. જેમાં વિચ 1 લાખ, પંખો 50 હજાર, એન્જીન 6 લાખ, ગીયર 2 લાખ, સાફ્ટીંગ 25 હજાર, સ્ટીયરીંગ 25 હજાર, લંગર 10 હજાર, પાવરટેક ગીયર 20 હજાર અને સનટ્યુબ લોશબુશીંગ 40 હજારમાં સાધનો તૈયાર થાય છે. તમામ સાધનો સૌરાષ્ટ્રના દરિયાઇ પટ્ટી પર આવેલા બંદરો સુધી વેચાણ કરવામાં આવે છે.

દર વર્ષે 200 જેટલી બોટનું નવીનિકરણ કરવામાં આવે છે

બોટના સાધનોનું મેન્યુફેક્ચરિંગ કરી ભાવનગર પહોંચતા કરાય છે

અન્ય સમાચારો પણ છે...