• Gujarati News
  • સૌરાષ્ટ્રની સંત અને શૂરાની ભૂમિ તરીકે પ્રખ્યાત છે ત્યારે જામનગર

સૌરાષ્ટ્રની સંત અને શૂરાની ભૂમિ તરીકે પ્રખ્યાત છે ત્યારે જામનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રની સંત અને શૂરાની ભૂમિ તરીકે પ્રખ્યાત છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલના ભૂચર મોરી ખાતે એક લડાઇની અંદર શહીદ થયેલા શહીદોની યાદમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં મેદની ઊમટી પડે છે. વર્ષે યોજાયેલા મેળામાં પણ ધ્રોલ શહેર ઉપરાંત આજુ-બાજુના પંથકના લોકો ઊમટી પડ્યા હતા અને મેળાની મોજ માણી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકો મેળામાં ફરતા રહ્યા હતા અને ફજેત-ફાળકા સહિત વિવિધ પ્રકારની જુદી-જુદી રાઇડ્સની મોજ માણી હતી.રાત્રિના સમયે મેળાનું સ્થળ રોશનીથી ઝળાહળ કરતું હતું. બાળકો મેળાની વિવિધ રાઇડ્સની અંદર ચિચિયારી કરતા જોવા મળ્યા હતા. }રજત ત્રિવેદી

ધ્રોલના ભૂચર મોરી મેળામાં માનવમેદની ઊમટી