તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ સ્વચ્છતાની મિટિંગ મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાજળ સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લાની પાંચ ગામોની ઘેર ઘેર નળ કનેકશન માટેની આંતરિક વિતરણ પાણી પુરવઠા યોજ્નાઓને વાસ્મો અંતગર્ત કુલ અંદાજીત રકમ રૂ,૯૨,૦૦૦,૦૦/- માટેની વહિવટી મંજૂરી આપી.

વાસ્મો અંતગર્ત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 281 ગામોની યોજનાઓ પૂર્ણ થઈ ગયેલ છે. 18 ગામોની યોજનાના કામો પ્રગતિમાં છે.અને 85 ગામો વાસ્મોમાં જોડાવાના બાકી છે. 85 ગામો પૈકી ત્રણ ગામોની યોજના આજની બેઠકમાં મંજૂર થયેલ છે. હવે 82 ગામો વાસ્મોમાં જોડાવાના બાકી છે. જે આગામી બે વર્ષ માં પૂર્ણ કરવાનું આયોજન છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડયા, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાઠક તેમજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીના સબંધિત અધિકારીઓ વગેરે ઉ૫સ્થિત રહ્યાં હતાં અને જરૂરી માહિતીઓનું આદાન-પ્રદાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો