તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષના હોદ્દા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષના હોદ્દા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિ. પં. ના સભ્યો સ્વભંડોળ વાપરી નહીં શકે


જામનગરજિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જુદા જુદા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. તેમજ જિલ્લાના પંચાયત વિસ્તારના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રશ્નો પર છણાવટ કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતમાં સ્વભંડોળની આવકમાં સ્ટેમ્પ ડ્યૂટી રેતી- કંકરની રોયલ્ટીની રકમનો સમાવેશ થતો હોવાથી સરકાર દ્વારા ગ્રાંટ વાપરવાની મનાઇ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી ગ્રાંટની નવી માર્ગદર્શિકા તૈયાર થાય ત્યાં સુધી ગ્રાંટ ઉપયોગમાં લઈ શકાશે નહીં તેમજ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની રચના કરવા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો ઠરાવ કરવાનો નિર્ણય સામાન્ય સભામાં લેવાયો છે. તકે અધ્યક્ષ સ્થાનેથી જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મૂળજી વાઘેલાએ વિવિધ મુદ્દે છણાવટ કરી હતી.

જિલ્લા પંચાયતની સ્વભંડોળની આવકમાં સ્ટેમ્પ ડ્યૂટી, રેતી કાંકરીની રોયલ્ટીની રકમની સ્વભંડોળની આવકમાં થતો હોવાથી સરકારે પરિપત્ર દ્વારા ગ્રાંટ ઉપયોગમાં લેવાની મનાઇ ફરમાવી છે. તેમજ નવી માર્ગદર્શિકા જ્યાં સુધી તૈયાર થાય ત્યા સુધી ગ્રાંટમાંથી થતાં નવા વિકાસ કામો કરી શકાશે નહીં તેવું પરિપત્રમાં જણાવ્યું છે.

જેથી પંચાયત દ્વારા પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના સ્વભંડોળની આવક પર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો અધિકાર છે. ભંડોળમાંથી ગ્રામ્ય વિકાસના કામો હાથ ધરવાના હોવાથી તમામ કાર્યો અ‍ટકી જવા પામ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતો તરાપ મારવા માગે છે. તેથી રાજ્ય સરકારના પરિપત્રનો વિરોધ પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિને અનેક કાર્યો મંજૂર કરવાની સત્તા વિદિત કરવામાં આવી હતી. તેમાં પ્રતિબંધોને લાદીને સરકાર જિલ્લા પંચાયતોના હક્કો છીનવી રહી છે. ગુજરાતમાં 31 માંથી 24 જિલ્લા પંચાયતો કોંગ્રેસ શાસિત હોવાથી હક્કો છીનવાઇ રહ્યા છે. રાજ્યમાં ભાજપ સરકાર હોવાથી જે રાજ્ય સરકાર સૂચવે તે કામો કરવા માગતી હોવાથી લોકોના હક્કો છીનવાઇ રહ્યા છે. તેવું ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્યોને સ્વભંડોળ વાપરવા પર રોક લગાવી દેવામાં આવતા સદસ્યોમાં ભારે કચવાટની લાગણી ફરી વળી છે અને એક બાજુથી સત્તા કપાયાનો ધૂંધવાટ પણ સદસ્યોમાં જોવા મળી રહ્યો છે.

અનુસૂચિત જાતિની 23 ટકા ગ્રાંટ અનામત રહેશે

જિલ્લાનાગ્રામ્ય વિસ્તારોમાં એટિવિટીના કામો હાથ ધરવા રાજ્ય સરકાર દ્વારા સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિઓમાં અનુસૂચિત જાતિના વિસ્તારોમાં વિકાસ કામો કરવા માટે 23 ટકાની ગ્રાંટ અનામત રાખવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. લાખાબાવડમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી અંગેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.

ભારત સરકારે 1992-93માં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી (જિલ્લા આયોજન મંડળ) બંધારણની કલમ 243-ડી મુજબ કમિટીની રચના કરવી જરૂરી છે. જ્યારે ગુજરાત સરકારે કમિટીની રચના કરી નથી. જિલ્લા પંચાયના પ્રમુખને કેબિનેટ મિનિસ્ટર જેટલો હોદ્દો આપવામાં આવ્યો છે. કમિટીમાં જિ.પ.પ્રમુખ અધ્યક્ષ હોવા જોઇએ પરંતુ પ્રભારીમંત્રીને હોદ્દો આપવામાં આવ્યો છે. અંગેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકા આયોજન સમિતિમાં અધ્યક્ષ તાલુકા પંચાયતના પ્રમુખ હોય છે. તાલુકાકક્ષાએ સામાજિક કાર્યોના નિર્ણય લેવામાં આવતા હોય છે, જ્યારે જિલ્લા પંચાયતમાં જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ પ્રમુખ હોવા જોઇએ પરંતુ તેને ઉપાધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો છે. બંધારણ અનુસાર કાયદાકીય રીતે નિર્ણય લેવામાં આવે તે માટે પંચાયતમાંથી બાબતે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેવું પંચાયત પ્રમુખે જણાવ્યું હતું.

ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની રચના જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો