તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘણા સમયથી પડતર માગણીઓ ઉકેલાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર, જોડિયામાં 952 લાખના કામો મંજૂર કરાયા


જામનગરઅને જોડિયા તાલુકામા 10 માર્ગોનુ અને જામનગર તાલુકાના રામપર બાલાચડી રોડ ( જોઇનીંગ એસ.એચ બન્ને સાઇડ)નો પોળો તથા મજબૂતીકરણ કામની મંજુરી સરકાર દ્વારા આપવામા આવી છે.

જામનગર તાલુકો અને જોડિયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માર્ગો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અનવ્યે પંચાયત હસ્તકના કામો ગાંધીનગરમા માર્ગ અને મકાન વિભાગને ધારાસભ્ય રાઘવજીપટેલે રજુઆતો કરતા માર્ગો બનાવવાની મંજુરી આપવામા આવી હતી.

જામનગર તાલુકાના રામપર ગામથી બાલાચડી રોડને પહોળો અને મજબૂતીકરણનુ કામ 4 કરોડમા મંજુર કરવામા આવ્યુ હતુ. જામનગર તાલુકાના નાના થાવરીયા- હડમતીયા રોડના કામની રકમ 75 લાખ, બેરાજા પસાયામા 35 લાખ, લાવડીયા ટુ જોઇન એસ.એસ. રોડ 65 લાખ, જગા-વરણા રોડ 45 લાખ, ગંગાજડા- બેરાજા રોડ 55 લાખ, બેડ- એપ્રોચ ડામર રોડનુ કામ 20 લાખ સહિત 2 કરોડ 95 લાખના માર્ગોના કામ મંજુર કરવામા આવ્યા હતા.

જોડિયા તાલુકાના લિંબુડા ટુ જોઇન એસ, એસ. રોડ 50 લાખ, બારાડી- બેરાજા રોડ 22 લાખ,હડિયાણા વાવડી નેસડા રોડ 115 લાખ, લિંબુડા વાવડી રોડના 70 લાખ સહિતના 2 કરોડ 57 લાખના કામો મંજુર કરવામા આવ્યા હતા.

ઘણા સમયથી ઉબડખાબડ માર્ગોને હવે નવેસરથી મરામત અને બનાવવામા આવશે તેમજ વાહન વ્યવહારને લગતી મુશ્કેલીઓ નિવારી શકાશે તેવુ ધારાસભ્યે જણાવ્યુ હતુ.

આથી, નજીકના ભવિષ્યમાં લોકોને સારા રસ્તાની ભેટ મળશે તેવી આશા અસ્થાને નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો