તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરના 100 કરોડના કૌભાંડમાં એલસીબીને બીજી સફળતા મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના 100 કરોડના કૌભાંડમાં એલસીબીને બીજી સફળતા મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ રહેતા કુલમુખત્યારની ધરપકડ, દિવસના રિમાન્ડ પર


જામનગરનાચકચારી 100 કરોડના જમીન કૌભાંડમાં આગોતરા જામીનના કાનૂની જંગ બાદ હાલ કેસની તપાસ કરી રહેલી એલસીબી ટુકડીને વધુ એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. કૌભાંડમાં કુલમુખત્યાર તરીકે રોલ ભજવતા અમદાવાદના આરોપીને અમદાવાદ પોલીસે પકડી પાડ્યો હતો જ્યારે આરોપીનો કબ્જો જામનગર એલસીબીએ લીધો હતો અને મંગળવારે બપોરના આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક-1માં બિલ્ડર વીપી મહેતાના પુત્ર અમરિશના નામે નોધાયેલા રૂપિયા 100 કરોડની અંદાજિત કિમતના 141 પ્લોટના બોગસ કુલમુખત્યારનામાના આધારે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લેવાયાની દોઢેક મહિના પહેલા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવાઇ હતી જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભૂ-માફિયા જયેશ પટેલ સહિતના તેર શખ્સોના નામ આપવામાં આવ્યા હતા. કૌભાંડમાં અમરિશ મહેતાના નામના પ્લોટના કુલમુખત્યાર તરીકે પ્રકાશમાં આવેલા અમદાવાદ વહેવાલ નજીકના દસક્રોઈ ગામના વિપુલ ચુનીલાલ પટેલ નામના શખ્સે પોતે કુલમુખત્યાર હોવાનું દર્શાવી મગન મૂળજી પટેલ તથા જમન દેવજી પટેલ નામના વ્યક્તિઓને તે પ્લોટનું વેચાણ કર્યાનું ખૂલ્યું હતું. આરોપીઑને પકડી પાડવા માટે જામનગર એલસીબીએ તપાસનો દૌર શરૂ કર્યો હતો.

ગત સપ્તાહમાં કૌભાંડના સાત આરોપીની આગોતરા જામીન રદ થયા પછી સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત પહોચી છે ત્યારે વિપુલ ચુનીલાલ પટેલના સગડ અમદાવાદ પોલીસને મળતા ત્યાથી તેની અટકાયત કરવામાં આવ્યા પછી જામનગર એલસીબીને જાણ કરવામાં આવી હતી આથી પીઆઈ કે.જી.ઝાલા અમદાવાદ દોડી ગયા હતા અને આરોપીનો કબ્જો સંભાળી તેને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દ્વારા તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છેકે, જામનગર પંથકમાં કેસ અત્યંત ચકચારજનક બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો