તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ધ્રોલમાં પશુઓના મૃતદેહ ફેંકી રસ્તા રોકો આંદોલન, અનેક સ્થળે ટોળાંઓ બેકાબૂ બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલમાં પશુઓના મૃતદેહ ફેંકી રસ્તા રોકો આંદોલન, અનેક સ્થળે ટોળાંઓ બેકાબૂ બન્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં કરાયો ઠેર-ઠેર ચક્કાજામ


ઉનાનાસામઢિયાળી ગામમાં તાજેતરમાં દલિત સમાજના યુવાનોને ગેરસમજણથી પ્રેરાયેલા અમુક યુવાનોએ ઢોર માર માર્યાના પ્રકાશમાં આવેલા બનાવના પગલે રાજ્યભરના દલિત સમાજમાં ઉગ્ર પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો જેના પડઘા સ્વરૂપે સોમવારે જામનગર સહિત રાજ્યમાં અમુક જિલ્લાઓમા તોફાની ઘટનાઑ બનવા પામી હતી.સોમવારે રાતે ધ્રોલની લતીપુર ચોકડી પાસે રોડ પર આવી ગયેલા એક ટોળાંએ એસ.ટી.બસને રોકી તેને સળગાવી નાખી હતી. વેળાએ બસમાં રહેલા મુસાફરો જાન બચાવીને નીચે ઉતારી ગયા હતા. બનાવ બાદ મોડી રાત્રિના જામનગર શહેરમાં પણ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રોડ પર ઉતારી આવેલા દલિતોના એક ટોળાંએ ભારે તોફાન મચાવી પોલીસને દોડતી કરી દીધી હતી. ટીયરગેસના સેલ છોડ્યા પછી ત્રણ કલાક પછી પોલીસે રાહતનો દમ લીધો હતો. જ્યારે 49 દિગ્વિજય પ્લોટ પાસેથી પસાર થતી એસટી બસને પણ ટોળાંએ નિશાનો બનાવ્યો હતો અને પથ્થર મારો કર્યો હતો જ્યારે ડ્રાઇવરને પણ મારમારી ઇજા પહોચાડી હતી.

ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના સામઢીયાળી ગામમાં તાજેતરમાં દલિત સમાજના અમુક યુવાનોને ઢોર માર મારવામાં આવ્યાના વિરોધમાં દલિતોએ ઉગ્રવિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં આવેદન પત્ર આપવામાં આવ્યા બાદ સોમવારે સાંજ સુધી શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હતું. પરંતુ રાત્રિના 10 વાગ્યા આસપાસ ધ્રોલના લતીપુર ચોકડી નજીક આવેલા ચામુંડા પ્લોટ પાસેથી પસાર થતી એસટીની જામનગર-મોરબી રુટની જીજે-18-ઝેડ-764 નંબરની બસને ચાલીસ થી પચાસ જેટલા શખ્સોના એક ટોળાંએ આંતરી લઈ તે બસ પર કેરોસીન છાંટી સળગાવી નાખી હતી. વેળાએ બસમાં રહેલા મુસાફરો નીચે ઉતરી ગયા હતા. જ્યારે બનાવ પછી મોડીરાતે બારેક વાગ્યે જામનગરના દિગ્વિજયપ્લોટ શેરી નં. 49માં દલિતોના એક ટોળાંએ રોડ પર ઉતરી આવી તોફાન મંચાવ્યા હતા ટોળાંએ પવનચક્કીથી એસટી ડેપો તરફ જતી એસટીની જીજે-18-વાય-9904 નંબરની દ્વારકા-માંડવી રુટની બસને આંતરી લઈ તેના ચાલકને નીચે ઉતારી લઈ તેના પર હુમલો કર્યો હતો ટોળાંએ બસનો કાચ તોડી નાખ્યો હતો. અંગેની જાણ થતાં પોલીસના ધાળે-ધાળા ત્યાં ઉતારી ગયા હતા. પોલીસ સ્થળ પર પહોચે તે પહેલા દી.પ્લોટ 49ની મુખ્ય શેરીથી માંડીને શંકર ટેકરી- ઉધ્યોગનગર જવાના રોડ પર ઠેર-ઠેર ટોળાંઑ આવી ગયા હતા.અને આખા રસ્તા પર ટાયરો સળગાવામાં આવ્યા હતા. ટોળાંએ બેફામ પથ્થરમારો શરૂ કરતાં પોલીસે ઘટના પર અંકુશ મેળવવા માટે પ્રયાસ હાથ ધરી ટિયરગેસના ત્રણ સેલ છોડયા હતા.

ટોળાંએ લગભગ ત્રણ કલાક સુધી પોલીસને હાંફતી રાખી હતી અને રાત્રિના 3 વાગ્યા બાદ પરિસ્થિતી કાબૂમાં આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો. અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે મંગળવાર સવારે દસેક વાગ્યા આસપાસ લાલબંગલા સર્કલમાં ફરીથી એકત્રિત થયેલા દલિતોના ટોળાંએ ત્યાં ચક્કાજામ કરતાં ફરીથી પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો સ્થળે દલિતો દ્વારા અડધો કલાક સુધી વડાપ્રધાન વિરોધી સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા. જ્યારે ટોળાંએ અંબર ચોકડી પર જઇ ચક્કાજામ કરી દીધો હતો જેના પગલે ચારેય દિશાઓમાથી આવતા વાહનોને થંભી જવાનો ફરજ પડી હતી. બાદ દિગજમ સર્કલ પાસે તથા સાધના કોલોની પાસે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો બનાવથી પોલીસ દ્વારા 70 જેટલાની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પરિસ્થિતી કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ દિગ્જામ સર્કલ પાસે પશુનો મૃતદેહ રાખી રસ્તા રોકો કરાયું હતું.

જામનગરમાં એકાએક પરિસ્થિતિ વણસી હતી અને રસ્તા રોકો, ચકકાજામ, આગ લગાડવી અને પથ્થર મારા સહિતના તથા મૃત પશુને રસ્તામાં રાખી રસ્તા રોકો, બસ પર પથ્થર મારો સહિતની ઘટનાઓ બની હતી. }હિરેન હીરપરા

લાલપુર બંધનું એલાન

ઉનાપંથકમાં દલિતો પર થયેલા અત્યારચારના પગલે ગામે-ગામે ઘેરા પ્રત્યાઘાતો પડી રહયા છે અને દેખાવો, રેલી, આવેદન સહિતના કાર્યક્રમો યોજાઇ રહયા છે ત્યારે જામનગર િજલ્લાના લાલપુરમાં બુધવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે જેથી નાના-મોટા સૌ વેપારીઓ બંધમાં જોડાઇને સમર્થન આપશે.

એસટીના 2 રૂટ બંધ

જામનગરએસટી ડેપો મેનેજર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જામનગર થી મોરબી રુટની અને જામનગર થી કાલાવડ થઈને જુનાગઢ જતી બસના રુટને બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે મોડીરાતથી ફરી બંને રુટ ચાલુ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ધ્રોલમાં 300 મુસાફરોએ રાત રોકાવી પડી

ધ્રોલનજીક એસટી બસને સળગાવી દેવાના બનાવના પગલે ધ્રોલ થઈને આગળ જતી તમામ બસને ધ્રોલ ડેપોમાં થોભાવી દેવામાં આવી હતી અને જેના પગલે 300 મુસાફરોએ ધ્રોલ એસટી ડેપોમાં રાત રોકાવી પડી હતી. જ્યારે મંગળવાર બપોરથી ફરી તમામ વ્યવહારો રાબેતા મુજબ ચાલુ થયા હતા.

ધ્રોલ-જામનગરમાં બે ગુના નોંધવામાં આવ્યા

ધ્રોલનાલતીપુર ચોકડી પાસે ચામુંડા પ્લોટ સામે રોડ ઉપરથી પસાર થતી જીજે-18-ઝેડ-0764 નંબરની જામનગર-મોરબી રુટની બસને વિનોદ ટપૂ વાઘેલા, ધના ટપૂ વાઘેલા, દિપક નાથા વાઘેલા, કનો મંગા, નરેશ જશાભાઈ વાઘેલા સહિતના 40 થી 50 શખ્સો દ્વારા દલિતો પર થયેલા અત્યાચારનો બદલો લેવાના ઈરાદાથી કાવતરું રચી રોકી કંડકટર, ડ્રાઇવર, તથા પેસેંજરને જાનથી મારી નાખવાના ઇરાદે કેરોસીનના કાંકળાથી સળગાવી નાખી હતી જે અંગે તમામ સામે ડ્રાઇવર સંજયભાઈ કિશોરભાઇ ડોડીયા દ્વારા હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોધવામાં આવ્યો. જ્યારે જામનગર શહેરમાં દી.પ્લોટ 49ના ખૂણા પાસેથી પસાર થતી જીજે-18-વાય-9904 નંબરની દ્વારકા-માંડવી રુટની બસને રોકી તેના પર પથ્થર વડે હુમલો કરી અને ડ્રાઇવર મહેશપૂરી સોમપુરી ગોસ્વામીને નીચે ઉતારી મોઢા પર મૂકો મારી અને ફરજમાં રૂકાવટ કરી હતી જે અંગે પણ 20ના ટોળાં સામે સિટી-એ ડિવિઝનમાં ગુનો નોધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો