• Gujarati News
  • જામનગરમાં 11 પાકિસ્તાનીઓની પૂછપરછ

જામનગરમાં 11 પાકિસ્તાનીઓની પૂછપરછ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર : પરેશ ઝાખરીયા

તસવીર : હિરેન હીરપરા


પંજાબમાંથયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ જરૂરી હોવાના આઇબીના ઇનપુટસના પગલે જામનગરશ જિલ્લામાં પણ તપાસ હાથ ધરાઇ છે અને નવ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે તથા જામનગરમાં 11 પાકિસ્તાનીઓની પૂછપરછ કરાઇ છે.

સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ બ્યુરોના ઇનપુટસના પગલે સમગ્ર ગુજરાતને એલર્ટ રહેવાની જરૂર છે. ગમે ત્યાંથી ભાંગફોડીયા તત્વો ઘુસી શકે છે ત્યારે દાણચોરો, ઘૂસણખોરો, બોમ્બ બ્લાસ્ટ માટે કાવતરૂ ઘડવા સહિતની રાષ્ટ્રીય સલામતીને નુકશાન કરવાની હીન પ્રવૃતિઓ અંગે એક યા બીજા પ્રકારે સંકળાયેલા જામનગર, બેડી, ભુંગા, સલાયા, સિકકા, ઓખા, બેટ સહીતની સઘન તપાસ થવી જરુરી છે માટે એસપી સેજુળની તથા જગદીશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગે જુદી-જુદી તપાસ હાથ ધરી છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં સોમવાર રાત્રી સુધી કંઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી હોય કે કોઇ શંકાસ્પદ વ્યકિતઓની અટક થઇ હોય તેવું જાહેર થયું નથી, એવું પ્રબળ અનુમાન સેવાઇ છે કે પેાલીસના ધ્યાનમાં અમુક ગતિવીધીઓ અાવી છે જેની ઊંડાણથી તપાસ થઇ રહી છે ઉપરાંત ચોકકસ સ્થળોએથી અમુક બાતમીઓ મળી છે જેના ઉપર કામ થઇ રહ્યું છે અને જોડિયાથી ઓખા સુધીના દરિયામાં અમુક તપાસ માટે પોર્ટ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સની મદદ લેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જામનગરમાં આવેલા 11 પાકિસ્તાનીઓની પણ પેાલીસે પુછપરછ કરી છે તથા તેમના આવવા જવાના સ્થળો પણ પુછી નોંધ કરી છે.

દ્વાિરકાધીશ જગતમંદિરની સુરક્ષા-વ્યવસ્થામાં પણ વધારો

આતંકવાદીઓદ્વારા પંજાબમાં થયેલ આતંકવાદી હુમલા બાદ સમગ્ર ગુજરાત રાજયને જયારે હાઇ એલર્ટ પર મુકી દેવાયું છે ત્યારે દ્વારકાધીશ જગતમંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યાે છે, અત્રે ઉલ્લેખનીય છેકે દ્વારકાએ સમુદ્ર કિનારે આવેલ હોય તેમજ પાકિસ્તાની જળસીમા તેમજ જમીનથી નજીક હોય તેમજ હિન્દુ ધર્મનું મહત્વનું ધાર્મિક સ્થળ હોય આતંકવાદીઓના હંમેશા હીટલીસ્ટમાં રહયું છે તે જોતાં રાજયની સુરક્ષા સાથે જગતમંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે.

}તપાસના સ્થળો

જામનગરએસઓજીના જણાવ્યા મુજબ

રેલ્વે સ્ટેશન, એસટી ડેપો, એરપોર્ટ, શોપીગ મોલ, ભીડભાળવાળા સાથે, સાયરબ કાફે, ગેસ્ટ હાઉસ, પાકિસ્તાનીઓ જયાં ઉતર્યા હોય તે, ઉધોગોને એકટીવ કરવા, ચેકપોસ્ટ ઉપર વાહન અવરજવબર, માલસામાન વગેરેની તપાસ હાથ ધરવામાં આવી છે.

સમયના અભાવથી જાલીનોટની તપાસ બંગાળ સુધી થઇ નહીં

જામનગરમાંથીપકડાયેલી જાલીનોટ અને તેના આરોપીઓનું મુળ પશ્ચિમ બંગાળ નીકળ્યું હતું પરંતુ જામનગર એલસીબી સમયના અભાવે પશ્ચિમ બંગાળ તપાસ કરવા જઇ શકી નથી ખાસ કરીને જાલીનોટની ઘુષણખોરી દ્વારા ભારતનું અર્થતંત્ર બગાડવા પાડોશી દેશના ષડયંત્રો પાર પડાતા હોય છે જેના દ્વારા અન્ય ભાંગફોડ પ્રવૃતિ માટે ફંડ એકઠું કરાતું હોય છે.