તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન સહિતની સંસ્કારવિધી કરાવતા મહિલા પંડિત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંડિત તરીકે વેદોકત વિધીથી કર્મકાંડ કરાવવામાં નિપુણતા

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરમાંસાડા દાયકાથી કાર્યરત આર્યસમાજ સંસ્થાનામાં સંચાલન, શાસ્ત્રજ્ઞ પંડિતો અને કન્યા વિદ્યાલય અને યજ્ઞ શાળાની વિવિધતા તો સરાહનીય છે. ઉપરથી સંસ્થા માટે ગૌરવરૂપ એવા મહીલા પંડિત બે હજારથી વધુ પ્રસંગોએ વેદોકત સંસ્કાર વિધિ કરાવનાર રાજયના પ્રથમ મહીલા બની રહેવાનું ગૌરવ ધરાવે છે. સંસ્થામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની સેવાની સાથે સાથે તેમણે એમ.એ. વીથ સંસ્કૃતની ડીગ્રી પણ મેળવી છે.

હાલ જયારે સરકારની જહેમત છે કે સ્ત્રીઓ પુરૂષ સમોવડી બનવી જોઇએ ત્યારે જામનગરની આર્યસમાજ સંસ્થામાં નોકરી માટે જોડાયેલા ગોડ તેડતવાડ બ્રાહ્મણ કલ્પનાબેન જનાર્દનભાઇ ભટ્ટ માટે તો તત્કાલીન પ્રમુખ નર્ભિયભાઇ ભટ્ટ, ત્યારબાદ મંત્રી અવિનાશભાઇ ભટ્ટ, પંડિત અરૂણકુમાર, ધર્મવીર ખન્નાએ સૌએ તો ત્યારથી તેણીને પ્રોત્સાહીત કરી સનાતન ધર્મ પ્રત્યે આદર કરવાનું, ષોડશ સંસ્કાર વિધિ શીખવાનું સિંચન કર્યુ હતું અને કલ્પનાબેનને હિંમત અને માર્ગદર્શન આપતા ૧૯૯૯થી તેઓ સ્વતંત્ર રીતે નામકરણ, લગ્ન, યજ્ઞોપવિત, ચૌલકર્મ, વિદ્યાભ્યાસ સહિતના સંસ્કારો કરાવતા થયા એટલું નહીં પુરાણોકત વિધિથી પાઠ-પૂજા-હવન કરાવનારા બહેનો હોય છે. પરંતુ વેદોકત વિધિથી ષોડશ સંસ્કાર માટેના તમામ હવનની વિધિ જાણતા અને તે વિધિ કરાવીને અત્યાર સુધી બે હજારથી વધુ લાભાર્થીઓને લાભ આપનારા તેઓ ગુજરાતભરના પ્રથમ મહિલા પંડિત બની રહયા છે. તેમની પાસે જામનગર ઉપરાંત પોરબંદર, રાજકોટ, અમદાવાદ, મુંબઇ શહેરના ઉપરાંત દેશ-વિદેશના લાભાર્થીઓ શાસ્ત્રોકત વિધિ કરાવી ગયા છે.

શરૂઆતમાં તેઓ વિધિ વખતે વિધિના પુસ્તક સાથે રાખતા તેમજ ઘણા લોકો સ્ત્રી હોઇ સ્વીકારતા નહીં પરંતુ બાદમાં તો વિધિની સચોટતા જોઇ લોકો દંગ રહીને પ્રશસ્તી કરતા તેમ પણ કલ્પનાબેને જણાવ્યુ હતું તો સંસ્થાના મંત્રી અવિનાશભાઇ ભટ્ટએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થાના વહીવટી કામની સાથે સાથે દરેક ઉત્સવની ઉજવણીના આયોજન ઉપરાંત વિવિધ વિધિ વિધાન એમ દરેક બાબતે કલ્પનાબેન ખંતથી ન્યાય આપે છે, જે અમારૂ ગૌરવ છે અને પ્રેરણારૂપ છે.

હિન્દુ શાસ્ત્રમાં સામાન્ય રીતે મહિલાઓને સોળ સંસ્કારની વીધી કરાવવા માટે પરવાનગી અપાતી નથી. પરંતુ હવે આધુનીક સમયની સાથે મહિલાઓ પણ આવી સંસ્કાર વીધીમાં સામેલ થવા લાગી છે. ગાયત્રી પરિવારના સદગુરુદેવ રામશર્માજી દ્વારા મહિલાઓને યજ્ઞોપવિત ધારણ કરવા સહિત માનવ જીવનના મહત્વના એવા સોળ સંસ્કાર કરાવવા માટેની કોઇ પ્રતિબંધ નથી. તેવું તેમના પુસ્તકોમાં લખીને મહિલાઓને આવા સંસ્કારો માટે પ્રોત્સાહિત કરી છે.

આર્યસમાજમાં વહીવટી કાર્ય સંભાળતાની સાથે ઉચ્ચ અભ્યાસની ડિગ્રી પણ મેળવી છે

પ્રથમ વરરાજા 67 વર્ષના અને કન્યા 56 વર્ષના હતા

૧૯૯૯માંપ્રથમવખત લગ્ન સંસ્કાર તેમણે કરાવ્યા ત્યારે તે વખતે લગ્નગ્રંથીથી જોડાયેલા વરરાજા ૬૭ વર્ષના અને કન્યા પ૬ વર્ષના હતા. તેઓ શીકાગોમાં રહેતા એન.આર.આઇ. હતા અને અહીં વતનમાં ખાસ લગ્ન કરવા માટે આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...