• Gujarati News
  • મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ વખતે ખંભાળિયામાં મેગા નિદાન કેમ્પ થશે

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ વખતે ખંભાળિયામાં મેગા નિદાન કેમ્પ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતસરકાર લોકોના આરોગ્ય માટે છેવાડાના માનવીની આરોગ્ય સેવા પુરી પાડવા હંમેશા કટીબધ્ધ છે. તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ સમયસર અને અદ્યતન સુવિધા સાથે મળી રહે તે માટે લોકહીતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે તા.1 આેગસ્ટના રોજ અદ્યતન સુવિધા ધરાવતી જનરલ હોસ્પીટલ ખંભાળીયાનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેના ઉપલક્ષમાં તા.1 ઓગસ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નવનિર્મિત હોસ્પિલટલ ખાતે વિવિધ પ્રકારના રોગોના નિદાન અને સારવાર માટે આરોગ્યત નિદાન કેમ્પળનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જન્મ જાત ખોટખાપણ વાળા બાળકોની તપાસ, તુટેલા હોઠ, તુટેલું તાળવું, વાકાવળી ગયેલ પગ ખામીની તપાસ અને સારવાર, મોઢાના કેન્સોરની તપાસ અને સારવાર, સ્ત્રીઠઓમાં ગર્ભાશયના મુખનું કેન્સ તથા સ્તસન કેન્સમરની તપાસ અને સારવાર, ડાયાબીટીસની તપાસ અને સારવાર નિષ્ણાં૫ત તબીબો દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત તમામ રોગની અને બાળકોમાં જન્મજાત ખામીની તપાસ આરોગ્યા સ્ટાફ અને મેડીકલ ઓફીસર દ્વારા ૨૦૧૫ માં કરવામાં આવેલ છે. જે અંતર્ગત આવા ખોડખાપણવાળા બાળકો કે સ્ત્રોાઓમાં કેન્સલરના શંકાસ્પ૧દ તથા ડાયાબીટીશ કેસોની તપાસ જી.જી. હોસ્પીટલ જામનગર, રાજકોટ અને અમદાવાદની નિષ્ણાંઓત ડોકટરોની ટીમ દ્વારા કરવામાં આવશે. જે માટે જામનગરની જી. જી. હોસ્પિટલના સુપ્રી. ડો. નંદીની દેસાઇના નેજા હેઠળ તબીબો સેવા માટે સજ્જ થયા છે. કેમ્પમાં વધુ તપાસ કરી જન્મવથી ખોડખાપણ વાળા બાળકોને વિના મુલ્યેપ ઓપરેશન તથા અન્યઅ કેસોની વધુ તપાસ કરી મફત સારવાર પુરી પાડવામાં આવશે તેમજ આરોગ્ય તપાસને લગતા અદ્યતન સાધનોની સુસજજ સંજીવની રથમાં પણ નિદાનના સાધનોની વ્યંવસ્થા હોય જેમાં ગર્ભાશયના મુખનું કેન્સેર વગેરે તપાસ થશે કેમ્પાનો લોકો વધુને વધુ લાભ મેળવે તે માટે સ્વેચ્છીક, સામાજિક સંસ્થા અને અગ્રણીઓ ક્ષેત્રે લોકોને જાણકારી આપી સહોયોગી બને તેમ મુખ્ય જિલ્લાા આરોગ્યી અધિકારી જિલ્લા પંચાયત દેવભુમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

સુપરિટેન્ડેન્ટની આગેવાનીમાં ટીમ સજ્જ

જામનગરમાંઆવેલી રાજયની બીજા નંબરની સૌથી મોટી સરકારી હોસ્પિટલના સુપ્રી. ડો. નંદીની દેસાઇના માર્ગદર્શન હેઠળ જી.જી. હોસ્પિટલના જુદા-જુદા વિભાગના નિષ્ણાંત ડોકટરો અને લેબોરેટરી તેમજ બ્લડ બેંકનો સ્ટાફ તથા પેરામેડીકલ સ્ટાફ ખંભાળિયાના મેગા આરોગ્ય નિદાન કેમ્પ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.