• Gujarati News
  • જામનગરમાં ખાનગી કારચાલકો કાચ ઉપર જુદી જુદી જાતની ફિલ્મો લગાડતા હોય

જામનગરમાં ખાનગી કારચાલકો કાચ ઉપર જુદી-જુદી જાતની ફિલ્મો લગાડતા હોય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ખાનગી કારચાલકો કાચ ઉપર જુદી-જુદી જાતની ફિલ્મો લગાડતા હોય છે, ત્યારે જિલ્લા પેાલીસવડાની કારના પારદર્શી કાચ જે રીતે દેખાય છે તે રીતે નગરની તમામ ફોર વ્હીલરના કાચ પારદર્શી હોવા જોઇએ તે બાબતની ટ્રાફિક પીઆઇએ ગંભીરતા લીધી પરંતુ પ્રોબેશન પર રહેલા ઉત્સાહી ફોજદારોએ બ્લેક ફિલ્મના બદલે વ્હાઇટ ફિલ્મો પણ ઉતારવા માંડી હતી જેન કારણે અમુક વાહન માલિકો સાથે ઘર્ષણ પણ થયા હતાં બાદમાં મામલાની ગંભીરતા જાણીને ટ્રાફિક પીઆઇ લાલુભાએ તમામ પ્રોબેશન પીઆઇને ફાળવેલા વિસ્તારોમાં કામગિરી કરવામાં શું ચોકસાઇ રાખવી તેનું માર્ગદર્શન આપીને ઘર્ષણ ટાળવા માટે પ્રયાસ હાથ ધર્યા પરંતુ થયું એવું કે, બુધવારની સઘન ઝુંબેશ બાદ ગુરૂવારે કાર ચેકીગ બંધ થઇ ગયું. }હિરેન હીરપરા

એસપીની કારની જેમ શહેરમાં તદ્દન પારદર્શી ફાેરવ્હિલર હોવા જોઇએ