ખાંડ બજારમાં નરમી આગળ વધી, ભાવમાં ઘટાડો
એરંડા વાયદો 4200ની સપાટી ગુમાવી
ખાદ્યતેલબજારોમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું. ટેક્સ પેઇડ સિંગતેલ નવા ડબ્બા 1725-1730 તેમજ કપાસિયા રિફાઇન ટીન 1030-1050 ઉપર સ્થિર રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં મગફળી 4-5 હજાર ગુણી આવક વચ્ચે ભાવ નરમ રહ્યા હતા. મિલ ડિલિવરીમાં રાજકોટમાં જાડી મગફળી 920-925 અને જીણી મગફળીના ભાવ 1210-1220 રહ્યા હતા. જામનગરમાં જાડી મગફળી 875-925 રહી હતી.
ખાંડ બજારમાં નરમી આગળ વધી હોય તેમ ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટમાં ખાંડના ભાવમાં શુક્રવારે રૂ.10નો ઘટાડો થતા છેલ્લા ત્રણ દિવસમાં ક્વિન્ટલે રૂ. 40-50નું ગાબડું પડી ગયું છે. રાજકોટમાં ખાંડની 800 ગુણી આવક રહી હતી. સી ગ્રેડની ખાંડના ભાવ 2370-2460 તેમજ સી ગ્રેડની ખાંડના ભાવ 2470-2560 બોલાયા હતા.
એરંડા બજારમાં સામાન્ય વધઘટનો માહોલ રહ્યો હતો. રાજકોટમાં સપ્ટેમ્બર એરંડા વાયદો રૂ.19 ઘટતા ભાવ 4200 નીચે સરકી 4178 ઉપર બંધ આવ્યો હતો, જ્યારે હાજરના ભાવ 3875 ઉપર સ્થિર રહ્યા હતા. ગુજરાતમાં 33 હજાર તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં 1200 ગુણી એરંડાની આવકે ભાવ અનુક્રમે 770-780 તમેજ 750-760 ઉપર સ્થિર હતા. દિવેલ રૂ.5 ઘટી 780 થયું હતું. કંડલા પામ 501-502 તેમજ સોયાબીન 578-580 ઉપર સ્થિર હતા. રાજકોટ સિંગખોળ રૂ.28000 ઉપર ટકેલો રહ્યો હતો.