• Gujarati News
  • જામનગર નજીક સપડા ગણેશ મંદિરે ભક્તો ચાલીને દર્શને પહોંચ્યા

જામનગર નજીક સપડા ગણેશ મંદિરે ભક્તો ચાલીને દર્શને પહોંચ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3000થી વધુ ગણેશજીની સ્થાપના


જામનગરમાંગુરૂવારે ભાદરવા સુદ-4ના દિવસે શિવપુત્ર ગણેશનું અવતરણ કરવામાં આવ્યું હતું દરવર્ષની જેમ વર્ષે પણ ગણેશની સ્થાપના કરવા હાલારવાસીઓ ભકિતમાં તલીન થઇ ગયા હતાં જયારે જામનગર નજીકના સપડામાં આવેલા ગણેશ મંદિરે ભકતો પગપાળા ચાલીને પોતાની ભકિત અદા કરવા પહોચ્યા હતાં જયારે વર્ષે નાના ગણપતિની બહોળી સંખ્યામાં સ્થાપના કરવામાં આવી હતી. જામનગરમાં હાલ વર્ષે એક અંદાજ મુજબ 3000થી વધુ ગણપતિની સ્થાપના થઇ હોવાનું જાણવા મળ્યું છે.

ગણેશ પ્રતિમા, ડેકોરેશન, લાઇટીંગ, ડીજે અને મીઠાઇથી ગણપતિના પંડાલો શોભી રહ્યા હતાં જયારે સારા ચોઘડીયા જોઇને બુધવારે ગણપતિને પોતાના ઘરે લઇ ગયા હતાં અને ગુરૂવારે સવારે ભુદેવને બોલાવી વિધી કરવા અને ગણપતિની સ્થાપના કરી હતી જયારે શહેરના અમુક વિસ્તારોમાં જાહેરમાં બેસાડવામાં આવેલા ગણપતિની સ્થાપના પૂર્વે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતંુ આમ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગુુરૂવારથી જુદા-જુદા દિવસો માટે ગણપતિ બિરાજયા છે.

ગણેશયાત્રા તેમજ હવનના ઉત્સવો

ગુરુવારેગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિ ખરીદવા માટે મોટી સંખ્યામાં જુદા-જુદા ગ્રૂપ અને મંડળ વ્યસ્ત રહ્યા હતા અને ગણપતિની ખરીદી બાદ ધામધૂમથી પંડાલ સુધી કે ઘર સુધી લઇ જતા હતા, ઉપરાંત અનેક સ્થળોએ ગણેશ હવન, ગણેશ અથર્વશિર્ષના પાઠ, ગણેશ સ્તુતિ, ગણેશ આરતી સહિતના કાર્યક્રમો યાેજાયા હતા.

ગણપતિને ઠાઠથી પંડાલ સુધી લઇ જઇ રહેલા શ્રધ્ધાળુઓ.