જામનગર : સૌરાષ્ટ્રયુનિ. દ્વારા 47માં યુવક મહોત્સવમાં સ્પર્ધાઓનું આયોજન કરાયંુ
જામનગર : સૌરાષ્ટ્રયુનિ. દ્વારા 47માં યુવક મહોત્સવમાં સ્પર્ધાઓનું આયોજન કરાયંુ હતું. જેમાં શહેરની એમ. પી. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ કવીઝ, વક્તૃત્વ સ્પર્ધા, હસ્તકલા હોબી, સર્જનાત્ક કારીગીરી, પોસ્ટર મેકિંગ, સમૂહ નૃત્ય, ડિબેટ, ચિત્રકલા, કાર્ટુનિંગ જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં મોનાણી ખુશ્બુ કાર્ટુનીંગમાં તૃતીય, સમૂહ નૃત્યમાં ગ્રુપનો તૃતીય ક્રમ પ્રાપ્ત થયો હતો. અા સિધ્ધિને પ્રિન્સીપાલ, સમગ્ર સ્ટાફ સહિત વિધોતેજક મંડળે બિરદાવ્યંુ હતું.
યુવક મહોત્સવમાં એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકયા