તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 78 ઉમેદવારની ડિપોઝિટ ગઇ હતી

2012ની વિધાનસભાની ચૂંટણીમાં 78 ઉમેદવારની ડિપોઝિટ ગઇ હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ-2012નીવિધાનસભાની ચૂંટણીમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની સાતેય બેઠક પર કુલ 93 ઉમેદવાર વચ્ચે ખેલાયેલા ચૂંટણી જંગમાં 78 ઉમેદવારની ડીપોઝીટ ગઇ હતી. ડિપોઝીટ ગુમાવનારમાં 86 માંથી 73 પુરૂષ અને 7 માંથી 5 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ગત વિધાનસભાની ચૂંટણી 2012માં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાતેય બેઠક પર કુલ ભરાયેલા 191 ઉમેદવારી પત્રોમાં ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ 93 ઉમેદવારો ચૂંટણીજંગના મેદાનમાં રહયા હતાં.

વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સાતેય બેઠક પર કુલ 78 ઉમેદવારોને નિયમ મુજબ માન્ય મતદાનના મત મળતાં ડીપોઝીટ ગઇ હતી.જેમાં ખંભાળિયાની બેઠક પર સૌથી વધુ 14 તો કાલાવડની બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારની ડીપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...