તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : આયુર્વેદયુનિવર્સિટી સામે રિલાયન્સ સુપર મોલમાં મતદાન જાગૃતી અર્થે

જામનગર : આયુર્વેદયુનિવર્સિટી સામે રિલાયન્સ સુપર મોલમાં મતદાન જાગૃતી અર્થે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : આયુર્વેદયુનિવર્સિટી સામે રિલાયન્સ સુપર મોલમાં મતદાન જાગૃતી અર્થે સિગ્નેચર કેમ્પેયન કાર્યક્રમ શહેર પ્રાંત અધિકારી સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. મતદાન જાગૃતી અર્થે યોજાયેલા સિગ્નેચર કેમ્પેયનમાં લોકશાહીના પર્વને ઉજવવા અને લોકો મતદાનના દિવસે મતાધિકારનો ઉપયોગ કરે તેવા આશયથી સિગ્નેચર કેમ્પેયન યોજાયો હતો. સિગ્નેચર કેમ્પેયનમાં ચુંટણીમાં પ્રથમ વખત ઉપયોગ થનાર વીવીપેટ મશીન અંગેની માહિતીપત્રિકાઓનું ઉપસ્થિત શહેરીજનોને વિતરણ કરાયું હતું. સિગ્નેચર કેમ્પેયનમાં યુવાનો તથા વરિષ્ઠ નાગરિકોએ જીજ્ઞાશાભેર વીવીપેટ મશીન અંગેની જાણકારી મેળવી હતી.

જામનગરની રિલાયન્સ સુપરમાં મતદાન જાગૃતિ અર્થે સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...