તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ચૂંટણીમાં જામનગર દ્વારકામાં અલમારી, કૂકર જેવા જુદા જુદા પ્રતીક

ચૂંટણીમાં જામનગર-દ્વારકામાં અલમારી, કૂકર જેવા જુદા-જુદા પ્રતીક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલારમાંચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ અલમારી, કૂકર, નાળિયેરીનું ખેતર,મણકાનો હાર, રેઝરના પ્રતીક રાખ્યા છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના અવનવા ચૂંટણી ચિહ્ન ચર્ચાનો વિષય બન્યા છે.

હાલારની સાતેય બેઠકો પર કુલ 115 માંથી 71 અપક્ષ ઉમેદવારો છે. જેના ચૂંટણી પ્રતીકમાં સીવવાનો સંચો, હોકી અને દડો, ભૂંગળ વાજુ, હેટ, અલમારી, ટોફી, ટીલર, ટેલિફોન,નાળિયેરીનું ખેતર, ક્રેન, હાથઘંટી, બેટ્સમેન, પ્રેસરકૂકર, હાથબતી, હાર્મોનિયમ, કેરમબોર્ડ, ઊન અને સોયો, ઘડો, હીરો, પેટ્રોલપંપ, સ્ટુલ, બેટ, ગેસ સ્ટવ, બલૂન, ફોન ચાર્જર, ઓટો રિક્ષા, લેલું, ગેસ સિલિન્ડર, કડાઇ, ફળ સાથેની ટોપલી, દીવાસળીની પેટી, ટ્રક, કેલ્ક્યુલેટર, કલમ નિબ સાત કિરણો સાથે, અનાનસ, કૂવો, વાંસળી, કેક, માણસ અને સઢ સાથેની હોડી, પૃથ્વીનો ગોળો, કરવત, ટીવી, રોડ રોલર, મણકાનો હાર, ટાઇપરાઇટર, કેમેરો, રેઝરના પ્રતીકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...