તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માધવપુરમાં વાતાવરણમાં પલટો આવતાં પશુ પક્ષીઓ બીમાર પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધવપુરમાં વાતાવરણમાં પલટો આવતાં પશુ-પક્ષીઓ બીમાર પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના માધવપુર પંથકમાં ગણતરીના દિવસોમાં વાતાવરણમાં પલટો આવતાં ઘણાં પક્ષીઓ બીમાર પડયા છે. ત્યારે ડેલ પક્ષીને આંખના ભાગે ઈજા પહોંચી હતી. જેથી ઢેલ અને સસલાને જામનગરની બર્ડ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. શિયાળાની ઋતુ દરમિયાન ઓખી નામનું વાવાઝોડુ ત્રાટકતા વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ. ત્યારે અરબી સમુદ્ર કિનારે આવેલ માધવપુર પંથકમાં ખૂબ વધુ પ્રમાણમાં ઠંડી પડતા ઘણા બધા પક્ષીઓ બીમાર પડ્યા હતા. માધવપુર ખાતે લાયન નેચર ફાઉન્ડેશન અને સંજીવની ફાઉન્ડેશનના સેવાભાવી ઓએ વાયરલ ઈન્ફેક્શનથી બીમાર થયેલ પક્ષીઓને સારવાર આપી હતી. ઢેલ નામના પક્ષીની આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને સસલાને પણ ઈજા પહોંચતા બન્નેને પ્રાથમિક સારવાર માધવપુરમાં આપવામાં આવી હતી.

ત્યારબાદ વધુ સારવાર માટે લાયન નેચર તથા સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરોએ વધુ સારવાર માટે ઢેલ તથા સસલાને જામનગર ખાતે આવેલ સ્પીટર સ્કોટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

પશુઓ બીમાર પડતા સારવારમાં

પ્રાથમિક સારવાર આપી જામનગરની બર્ડ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રીફર કરાયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો