ધ્રોલમાં પુસ્તક વિમોચનનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
45વર્ષથી કન્યા કેળવણીના ક્ષેત્રમાં સ્થાન ધરાવનાર ધ્રોલની એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. હસમુખભાઇ મહેતાના વિરલ વ્યક્તિત્વને તેમની સાૈથી નજીક રહેલા ઔદ્યોગિક, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રની હસ્તીઓના શબ્દોમાં કંડારેલ ડો. હસમુખભાઇ મહેતા સાથેના સંસ્મરણોને ગ્રંથસ્થ કરેલા પુસ્તક ડો.હસમુખભાઇ મહેતા એક સહજ વ્યક્તિત્વનું વિમોચન તથા સમગ્ર ગુજરાત રાજયમાં અને સંસ્થાના હાર્દ સમા જામનગર જિલ્લાના એકમાત્ર એમડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના 100 જેટલા અવનવા વિજ્ઞાન મોડેલ્સથી સંપન્ન સાયન્સ મ્યુઝિયમનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિ તથા રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન મીનાક્ષીબેન દવે, પાર્થભાઇ પંડ્યા સહિત સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.