• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ડ્રેગનના નામે ઓળખાતી જામનગર એરફોર્સની 6 સ્કવોડ્રનની રચના 1 12 1942ના થઇ હતી.

ડ્રેગનના નામે ઓળખાતી જામનગર એરફોર્સની 6-સ્કવોડ્રનની રચના 1/12/1942ના થઇ હતી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રેગનના નામે ઓળખાતી જામનગર એરફોર્સની 6-સ્કવોડ્રનની રચના 1/12/1942ના થઇ હતી. સ્કવોડ્રનને 75 વર્ષ પૂર્ણ થતાં 2 થી 4 ડીસેમ્બર પ્લેટીનીયમ જયુબલીની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે એરફોર્સમાં પેરા સેલીંગ,પેરા જમ્પ,સ્વાક દ્વારા મ્યુઝિકલ બેન્ડના કાર્યક્રમ યોજાયા હતાં.જેમાં એરફોર્સના જવાનો અને પરિવારજનો ઉત્સાહભેર જોડાયા હતાં.સદા સર્તકના સૂત્ર સાથે કાર્યરત 6-સ્કવોડ્રને 1943-બર્મા,1961-ગોવા,1962-ચાઇના ઓપરેશન,1965 અને 1971 પાકિસ્તાન સાથેના યુધ્ધમાં અને 1999ના ઓપરેશન વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.ભારતીય એરફોર્સની જૂની સ્કવોડ્રન ઉમદા ઇતિહાસ ધરાવે છે અને જગુઆર યુધ્ધ વિમાનની કમાન્ડ સંભાળી રહી છે. તસવીર- હિરેન હિરપરા

જામનગર એરફોર્સ 6-સ્ક્વોડ્રન દ્વારા 75મી વર્ષગાઠની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...