ભાસ્કર ન્યુઝ |જામનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ |જામનગર

જામનગરનીજી.જી.હોસ્પિટલમાં તંત્રના પાપે છેલ્લા 20 દિવસથી પાર્કિંગ સામેના તેમજ હોસ્પિટલની અંદરના અનેક કેમેરા બંધ હાલતમાં શોભાના ગાઠીયા સમાન દ્રશ્યમાન થઇ રહ્યા હતાં.હોસ્પિટલના પાર્કિંગ સામેના સીસીટીવી કેમેરા બંધ હોવાથી ભારે ઉહાપોહ મચી ગયો હતો.હોસ્પિટલના સીસીટીવી બંધ હોવા બાબતનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવતા તાકીદે સીસીટીવી કેમેરાઓ ચાલુ કરાતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

હોસ્પપીટલના તંત્ર દ્વારા પાર્કિંગ સામેના વિભાગમાં સુરક્ષા માટે બે કેમેરા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.પરંતુ સ્થાનિક અધિકારીઓની મીલીભગતને કારણે કેમેરા છેલ્લા 20 દિવસથી બંધ હાલતમાં દ્રશ્યમાન થઇ રહ્યા હતાં.પાર્કિંગ સામેના તેમજ હોસ્પિટલની અંદર સહિત સાત જેટલા કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતાં.પરંતુ મહત્વની વાત તો છેકે,પાર્કિંગ સામેના કેમેરા બંધ હાલતમાં હોવાથી બાઇકચોર તસ્કરોને ચોરી માટે ખુલ્લુ આમંત્રણ મળી રહ્યું હતું.તંત્ર હરકતમાં આવતા પાર્કિંગ સામે નવા સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરીને કાર્યરત કરવામાં આવ્યાં છે.જેથી વાહન પાર્કિંગ કરતા લોકોમાં રાહત અનુભવાઇ છે.

હોસ્પિટલના પાર્કિંગના પ્રયાંગણમાંથી ક્ષાસવારે બાઇકચોરની ફરીયાદો ઉઠતી રહે છે.જેની સુરક્ષા માટે તંત્ર દ્વારા કેમેરાઓ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.જે કેમેરા બંધ હોવાની અધિકારીઓ પાસે કોઇ માહીતી હોવાથી ભારે આશ્ચર્ય સાથે રોષ ભભુકી ઉઠ્યો હતો.અને લોકોમાં પણ ઉહાપોહની સ્થીતિ સર્જાય હતી.આખરે તંત્ર દ્વારા ઊંઘમાંથી જાગીને કેમેરા ચાલુ કરાયા છે.

હોસ્પિટલના સતાધિશો દ્વારા પાર્કિંગ સામેના સીસીટીવી કેમેરા નવા ઉપલબ્ધ કરીને સુવિધાસર્ભર કરવામાં આવ્યા છે.તેમજ હોસ્પિટલની અંદરના કેમેરા પણ ચાલુ કરવામાં આવ્યા છે.જી.જી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ તંત્રના અણઘડ વહીવટને કારણે વારંવાર બંધ હાલતમાં જોવા મળતી હોય છે.હાલ સારવારઅર્થે આવતા દર્દિઓમાં રોષ સાથે માગ પ્રશ્ન ઉઠ્યો છે કે,ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને યોગ્ય પગલા ભરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...