• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • હાલાર પંથકમાં કાતિલ ઠંડા પવન, શહેરીજનો ધ્રૂજી ઊઠ્યા

હાલાર પંથકમાં કાતિલ ઠંડા પવન, શહેરીજનો ધ્રૂજી ઊઠ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંઓખી વાવાઝોડાની અસરના પગલે કાતિલ ઠંડા પવનથી શહેરીજનો ધ્રુજી ઉઠયા હતાં. લઘુત્તમ તાપમાન ઊંચકાયું હતું છતાં હીમ જેવા પવનને કારણે કાશ્મીર જેવું વાતાવરણ રહ્યું હતું. આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ છતાં ઠંડી વધવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ઓખી વાવાઝોડાની અસર હાલારમાં પણ વર્તાઇ છે. વાતાવરણમાં પલટો આવતાં બુધવારે વરસાદી માહોલ રહ્યો હતો. સવારથી કાતિલ ઠંડા પવનોને કારણે તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. દિવસભર સૂસવાટા મારતા પવનને કારણે હીમ જેવું ટાઢોડું રહ્યું હતું. સોમવારે લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી રહ્યું હતું.

જ્યારે મંગળવારે વધીને 20.1 ડીગ્રી નોંધાયું હતું. જો કે ઠંડા પવનને કારણે લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...