તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓશવાળ સ્કૂલે ખેલમહાકુંભમાં 44 મેડલ પ્રાપ્ત કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા દર વર્ષે યોજાતી ખેલમહાકુંભ 2017માં શાળાકીય સ્પર્ધામાં ઓશવાળ સ્કુલના 80 છાત્રોએ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં અલગ-અલગ રમતોમાં 175 વિદ્યાર્થીઓના નંબર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને સિધ્ધિને શાળાના પ્રમુખ વિમભાઇ સુમરીયાની ટીમ તથા બંને માધ્યમના આચાર્યો મીનાબેન વ્યાસ, રાગિણીબેન પાટલીયા તથા વ્યાયામ શિક્ષક પ્રેમિલાબેન ચૌહાણ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.

શહેરમાં આવેલ ઓશવાળ કેજી અને પ્રાઇમરી સ્કુલ હાલારી વિશા ઓશવાળ વિધાલયના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ અને શાળાકીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને ઝોન જિલ્લા લેવલથી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી વિદ્યાર્થીઓ ઝળકયા હતાં. જેમાં ધો. 4 થી 10ના બંને માધ્યમના વિદ્યાર્થીઓ અલગ-અલગ રમતોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યા હતાં.

ખેલમહાકુંભમાં ઝોન લેવલે તથા સ્ટેટ લેવલે નંબર પ્રાપ્ત કરનાર છાત્રોમાં અન્ડર 9 થી 17માં શાહનવાઝ મયુર, જાનવી, હિમાંશુ, કાર્તિક, પ્રિયંકા બેટરી ટેસ્ટમાં તથા અનિકેત યાદવ ઉચી કુદમાં ઝોન અને જિલ્લા બંને લેવલે પ્રથમ રહયા બાદ સ્ટેટ માટે પસંદગી મેળવેલ જયારે ભાગ્યશ્રી વ્યાસ 1500 મી અને 800 મી. માં દ્વિતીય સ્થાન, નંદા ધાર્મિક 3000 મી. માં પ્રથમ સ્થાન ઝોન તથા જિલ્લા લેવલે, પ્રિયા મારૂ 1500 અને 3000 મી.માં દ્વિતીય, વિરેન્દ્વ ચાવડા 600 તથા 400 મી.માં દ્વિતિય, કૃપલ જાદવાની 600 તથા 400 મી.માં દ્વિતીય ઉપરાંત અંડર 19 ટેનિસ, ક્રિકેટ બંનેમાં જિલ્લા કક્ષાની ટીમમાં પસંદગી થઇ હતી તેમાં શાહ વંશ અંડર-14 ક્રિકેટ સ્ટેટની ટીમમાં અને મારૂ પ્રિયા તથા મારૂ યસ્વી અંડર-17 સીઝન સ્ટેટ અને નેશનલ લેવલે મધ્યપ્રદેશમાં ખાંડવામાં રમવા ગયા હતાં.

ત્યાર બાદ કાટબામણા વંદિત વિકલાંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ચક્રફેંકમાં દ્વિતીય, 100 મી. દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતંુ. ઉપરાંત ચેસ સ્પર્ધામાં અંડર 14, 17માં છતવાનીરાજ, નંદા ઉર્વશી, પાટડીયા રાજેશ્રી, ચૌહાણ યુવરાજસિંહ, નનેરા હિરલ, ગૌસ્વામી જીતગીરી, ગોસરાણી જય સહિતના ઝોનમાં દ્વિતીય અને તૃતિય નંબર પ્રાપ્ત કરી જિલ્લામાં સિલેકશન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...