તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જાંબુડા નજીક ટ્રિપલ ગમખ્વાર અકસ્માતમાં 1 નું મોત, 2 ગંભીર

જાંબુડા નજીક ટ્રિપલ ગમખ્વાર અકસ્માતમાં 1 નું મોત, 2 ગંભીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાંબુડાપાટિયાથી જાંબુડા ગામની વચ્ચે બે બાઇક અને કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્રિત થતા કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.અકસ્માતમાં અલિયાબાડાના બાઇકસવાર રમેશ હમીરભાઇ મકવાણા (ઉ.વ.45) નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.તેમજ અન્ય બાઇકસવારમાં મહિલા સહિત બેને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજે કરી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.

જાંબુડાના પાટિયાથી જાંબુડા ગામમાં જવાના રસ્તે પુરપાટ ઝડપે આવી રહેલા કારે બે બાઇને ઠોકરે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઇકસવાર અલિયાબાડાના અને માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરતા રમેશ હમીરભાઇ મકવાણા (ઉ.વ.45) નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.તેમજ અન્ય બાઇકસવાર જામનગરમાં રહેતા સલીમાબેન જાહીદભાઇ ગોરી (ઉ.વ.36) તેમજ જાહીદ ઇસ્માઇલ ગોરીને ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત બન્નેને તાકીદે સારવારઅર્થે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગેથી ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્રિત થતા તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા કારચાલક અકસ્માત સર્જી કાર છોડી નાસી છૂટ્યો હતો.ઘટના અંગેની પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવીને મૃતદેહને કબજે કર્યો હતો અને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. તેમજ કારચાલકને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...