તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ઔદ્યોગિક જમીનના દસ્તાવેજોમાં ફરજિયાત ઇ પેમેન્ટથી નોંધણી ફીની ચૂકવણીથી પળોજણ

ઔદ્યોગિક જમીનના દસ્તાવેજોમાં ફરજિયાત ઇ-પેમેન્ટથી નોંધણી ફીની ચૂકવણીથી પળોજણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા ઔદ્યોગિક હેતુની જમીનના દસ્તાવેજોમાં નોંધણી ફી ની ચૂકવણી ફરજિયાત ઇ-પેમેન્ટથી કરતા પળોજણની ફરિયાદો ઉઠી છે.જેમાં કનેક્ટિવિટી ધાંધિયાથી સુવિધા દુવિધા બની હોવાની રાવ વકીલો અને અરજદારોમાં ઉઠી છે. જામનગરની ચારેય સબરજિસ્ટ્રાર કચેરીમાં ઔદ્યોગિક હેતુની જમીનના 60 દસ્તાવેજ થયા છે. ઔદ્યોગિક તેમજ અન્ય હેતુની જમીનના દસ્તાવેજોની નોંધણી ફીની ચૂકવણી સબરજિસ્ટ્રાર કચેરીમાં રોકડ,ડિમાન્ડ ડ્રાફટથી ભરી શકાય છે,પરંતુ લોકોની સલામતીને અનુલક્ષીને મહેસૂલ વિભાગે 27/9/17થી ઔદ્યોગિક હેતુની જમીનના દસ્તાવેજોમાં નોંધણી ફી ઇન્ટરનેટ મારફત ભરી શકાય તે માટે ઇ-પેમેન્ટની સુવિધા શરૂ કરી છે,પરંતુ કનેક્ટિવિટી ધાંધિયાથી પ્રક્રિયાથી મુશ્કેલીઓ વધી છે.

રેવન્યૂ પ્રેક્ટિશનર એસો.ના પૂર્વ પ્રમુખ કરણભાઇ વારોતરિયાએ જણાવ્યું હતું કે, ઓનલાઇનથી હેરાનગતિ વધી છે. ઇ-પેમેન્ટના પ્રારંભના 8 દિવસ તો ટેકનીકલ ક્ષતિથી એકપણ દસ્તાવેજ થઇ શકયા હતાં.કનેક્ટિવિટીમાં છાશવારે ધાંધિયાથી હાલાકી પડી રહી છે.

સરળતાને બદલે હેરાનગતિ: રેવન્યૂ એસો.ના પૂર્વ પ્રમુખ

ઔદ્યોગિક હેતુની જમીનના દસ્તાવેજમાં જો રૂ.500 થી વધુ નોંધણી ફી હોય તો ઇ-પેમેન્ટથી ભરવાની રહે છે.આ માટે garvi.gujarat.gov.in સાઇટ પર પબ્લિક ડેટા એન્ટ્રી પર લિંક કરી જરૂરી વિગતો ભરી લોગ ઇન આઇડી બનાવી લોગઇન થઇ વેંચાણ થતી મિલકતને લગતી જરૂરી વિગત ભરી ઓનલાઇન ઇ-પેમેન્ટથી નોંધણી ફી ભરી ઇ-ચલણની પ્રિન્ટ કાઢવાની રહે છે.આ પ્રિન્ટ સબરજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરતા ઓનલાઇન વેરિફિકેશન કરાઇ છે. ઇ-ચલણનો ગેરપયોગ થાય તે માટે સબરજિસ્ટ્રાર ચકાસણી કરી તુરંત ગરવી વેબ એપ્લિકેશન દ્વારા લોક કરી દેશે.

શું છે ઓનલાઇન ઇ-પેમેન્ટની પ્રક્રિયા

અન્ય સમાચારો પણ છે...