તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પ્રેમીએ પ્રેમિકાને બંદૂક બતાવતા મજબૂરીથી ઝેરી દવા ગટગટાવી

પ્રેમીએ પ્રેમિકાને બંદૂક બતાવતા મજબૂરીથી ઝેરી દવા ગટગટાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર-રાજકોટહાઇવે પર ધ્રોલ નજીક તું જીવતી રહીશ તો મને નડીશ તેમ કહી પ્રેમીએ બંદૂક બતાવી પ્રેમિકાને ઝેરી દવા પીવા મજબૂર કરતાં પ્રેમિકાએ ડરના માર્યા ઝેરી દવા પી લેતા દવાની ઝેરી અસર થતાં પ્રેમિકાને ધોરીમાર્ગ પર છોડી ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે.પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

વેરાવળની સુમિતા ગોસ્વામીને રાજકોટમાં રહેતા સંજયરાજસિંહ ઝાલા સાથે પ્રેમસંબંધ હતાં.પરંતુ પંદરેક દિવસ અગાઉ સુમિતાબેનને સંજયરાજસિંહ પરિણીત હોય અને તેમના અન્ય સાથે અફેર હોવાની જાણ થતાં બંને વચ્ચે બોલાચાલી થતા સુમિતા પોતાની માતાના ઘેર જતી રહી હતી. આથી સંજયરાજસિંહે સુમિતાને મનાવવા માટે પ્રયત્નો કર્યા હતાં.આ દરમ્યાન તા.24/11/17ના રાત્રીના સમયે સંજયરાજસિંહ તેના મિત્ર આઇ-20 કાર નં.408 માં સુમિતાને વેરાવળથી લઇ રાજકોટ જવા નિકળ્યા હતાં.પરંતુ માર્ગમાં સંજયરાજસિંહે સુમિતાને ધમકી આપી હતી. ત્યારબાદ રાજકોટથી ધ્રોલ આવી દવાની દુકાનેથી સંજયરાજીસિંહના મિત્રએ ઝેરી દવાની બોટલ લીધી હતી.બાદમાં સંજયરાજસિંહે ગન બતાવી ઝેરી દવા પીવા સુમિતાને મજબૂર કરી હતી. બનાવ અંગે સુમિતાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...