તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલંભડી સીમમાં સગીરા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડતાલુકાના બાલંભડી ગામની સીમમાં સગીરા પર શખ્સે દુષ્કર્મ આચરી ત્રણ માસનો ગર્ભ રાખી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. માતા પિતાની ગેરહાજરીમાં બળજબરી કરનાર સામે સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બાલંભડી ગામની સીમમાં ઝુંપડામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી પર ચારેક મહીના પહેલા રણજીત નામનો શખ્સ સગીરાના માતાપિતાની ગેરહાજરીમાં મરજી વિરૂધ્ધ બળજબરી કરી અવાર નવાર દુષ્કર્મ ગુર્જાયું હતું.આથી સગીરા ગર્ભવતી બની હતી અને ત્રણ માસનો ગર્ભ રાખી દીધો હતો.આ અંગે સગીરાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર રણજીત નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રણજીત સામે ઇપીકો કલમ 376(2) તથા પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધી રણજીતની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...