• Gujarati News
  • હજારો ખેડૂતો ધિરાણ વિહોણા રહેશે

હજારો ખેડૂતો ધિરાણ વિહોણા રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગર-દ્વારકાજિલ્લાના હજારો ખેડુતો કે જે વરસાદ આવે તે પહેલા ખેતરમાં વાવણી કરવા માટે બીજ તેમજ ખાતર માટે જુદી-જુદી બેંકોમાંથી ધિરાણ લઇ વાવેતર કરતા હોય છે ત્યારે વર્ષે જામનગર ડિસ્ટ્રીકટ બેંકના પદાધિકારીઓની બેદરકારીના લીધે હજારો ખેડૂતો ધિરાણ વિહોણા રહેશે કારણ કે ચુંટણી તો થઇ ડાયરેકટરો પણ નિમાયા પરંતુ નવી બોડીની રચના થઇ જેના લીધે હજારો ખેડુતોને વર્ષે ધિરાણ મળ્યું નથી હવેના સમયમાં ખેડુતો ધિરાણ વિહોણા રહે તેવી ગતિવીધીઓ જોવા મળતી નથી ત્યારે ખેડૂતોમાં રોષ સાથે ભારે વિરોધ ભંભૂકયો છે.

જામનગર-દ્વારકામાં ગામડાઓમાં વસેલા અનેક ખેડુતો કે જે દર વર્ષે જામનગર ડિસ્ટ્રીકટ બેંક પાસેથી ધિરાણ લઇ અને તેની ખેતી કરતા હોય છે પરંતુ વર્ષે જામનગર ડિસ્ટ્રીકટ બેંકના પદાિધકારીઓની બેદરકારીને કારણે હજારો ખેડુતોને ધીરાણ વર્ષ મળશે કે નહી તે પ્રશ્ન છે કારણ કે વર્ષે આજદિન સુધી તો ડિસ્ટ્રીકટ બેંક દ્વારા ધિરાણ અપાયંુ નથી ત્યારે હવે ખેડુતો પાસે પણ વાવણી માટેનો સમય ઓછો છે ત્યારે તેઓ ધિરાણ વિહેાણા રહેશે. જોકે, ખેડુતો માટે કોઇપણ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને સરકારી તંત્રને કારણભૂત દર્શાવી પોતે કાઇ કરી શકે તેમ નથી તેવી વાતો કરતા હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે.

તારીખ પર તારીખ મળી રહી છે

ખેડુતોજયારેપણ ડિસ્ટ્રીકટ બેંકમાં ધિરાણ લેવા માટે જતા હોય છે ત્યારે તેમને તારીખ પર તારીખ આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લી તારીખમાં આઠ દિવસ બાકી

ખેડૂતોનેતા.15 જુલાઇ સુધીમાં જેતે બેંકમાંથી ધિરાણ કરવાનું રહેતું હોય છે જો 15 જુલાઇ સુધીમાં િધરાણ કરી લઇ તો તેમને પાક વિમો મળી શકે તેમ હોય છે. ત્યારે આઠ દિવસમાં ખેડુતો માટે ડિસ્ટ્રીકટ બેંકના દરવાજા ખુલશે કે કેમ તે એક પ્રશ્ન છે. પરંતુ ખેડુતોને હાલ તો આશ્વાસન અપાઇ રહ્યું છે.

નવી બોડી માટે સ્ટે છે માટે બની શકે

હાલાકી | ડિસ્ટ્રિક્ટ બેંકના પદાધિકારીઓની બેદરકારીને મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે, કારણ કે હજુ સુધી નવી બોડી નિમાઇ નથી

જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકના નવા પદાધિકારીઓની પ્રક્રિયા ઉપર હાલ હાઇકોર્ટનો મનાઇ હુકમ હોઇ ડિસ્ટ્રીકટ બેંક હાલ કંઇ નિર્ણય લેતી હોય તેવું બને, અંગે જરૂરી કાર્યવાહી કરીશુ જેથી ખેડુતો ધિરાણ વિહોણા રહે. > એ.કે.ભટ્ટ, ડિસ્ટ્રીકટરજીસ્ટ્રાર, જામનગર.